સોલામાં નોકર રૂ.૩.પ૦ લાખનો મુદ્દામાલ લઈ ફરાર
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં કર્મચારીઓ દ્વારા માલિકના રૂપિયા લઈ ભાગી જવાની વધુ એક ઘટના સામે આવી છે. એસ.જી. હાઈવે ખાતે આવેલા પાનના ગલ્લાના માલિકે વહીવટ કરવા આપેલી મોટી રકમ જાઈ લાલચ જાગતા ગલ્લામાં કામ કરતો કર્મચારી તે રકમ લઈ રફૂચક્કર થઈ ગયો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
એસ.જી. હાઈવે પર આવેલા અગ્રવાલ મોલમાં લાલસોટ પાન પાર્લર નામનો ગલ્લો ધરાવતા સંજય કેદારપ્રસાદ ગૌત્તમના સંબંધીનું અવસાન થતાં કેટલાંક દિવસ અગાઉ તે રાજસ્થાન ખાતે ગયા હતા. તેમના મિત્ર ઉદેસિંહ તેમને રૂપિયા બે લાખ આપવા આવ્યા હતા.
ત્યારે સંજયે બે લાખ રૂપિયા તેમના ગલ્લામાં કામ કરતાં સંજય માધવસિંહ રાજપૂત (એમપી)) ને આપવા જણાવ્યુ હતુ. તથા સંજય રાજપૂતને તે રૂપિયામાંથી દોઢ લાખ એક વેપારીને તથા પચાસ હજાર બેંકમા ભરવા જણાવ્યુ હતુ. જા કે બે દિવસ બાદ સંજય ગૌત્તમ પરત અમદાવાદ આવીને સંજય રાજપૂતને શોધતા તે ગાયબ હતો. અને રૂપિયા પણ સાથે લઈ ગયો હતો. સંજય રાજપૂતને રહેવા માટે ઘર આપ્યુ હતુ. જેનો સામાન પણ તે ટેમ્પામાં ભરાવી લઈ ગયો હતો.
ઉપરાંત રૂ.૭પ હજાર તેણે એડવાન્સ લીધા હતા. જેથી કુલ સાડા ત્રણ લાખથી વધુ રૂપિયાની છેતરપીંડી કરી સંજય રાજપૂત ભાગી જતાં સંજય ગૌત્તમે સોલા પોલીસ સ્ટેશને તેમણે ફરીયાદ નોંધાવી છે.