સોલામાં બિલ્ડર તથા તેનાં પુત્રને જાનથી મારવાની ધમકી
અમદાવાદ : મિલ્કતની બાબતમાં બબાલ થયા બાદ અકે ઈસમના જમીનની બિલ્ડરે વાંધા અરજી કરતા બિલ્ડર તથા તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે જયેશકુમાર પટેલ ઘાટલોડીયા ખાતે રહે છે બે દિવસ અગાઉ તે પોતાની સોલા સાયન્સ સીટી રોડ ખાતે આવેલી ઓફીસમાં બેઠા હતા
એ સમયે મુકેશ વેરશી દેસાઈ રહે ચાણક્યા પુરી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે તે મારી ઉપર ફરીયાદ કરી છે તેનુ પરીણામ સારુ નહી આવે મારી ઉપર ઘણા કેસો છે અને દિપક હિરપરાના કેસમા તેની જામીન રદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ બંધ કરી દે જે તેમ કહીને બિલ્ડર તથા તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
ગભરાયેલા બિલ્ડરે બાદમા સોલા પોલીસને આ અંગે ફરીયાદ કરી હતી ઉલ્લેખનીય છે કે એસજી હાઈવે રોડનો વિકાસમાં થતા ઘણી જામીન બાબતે ભુમાફીયા બિલ્ડર જમીન માલિકો વગેરે વચ્ચે આવી બબાલો અવારનવાર બહાર આવતી રહે છે.