સોલાર ઊર્જા ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્ય માટે પથદર્શક બન્યું

પ્રતિકાત્મક
લીંબડી, લીંબડી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પાણશીણા પેટા વિભાગીય ક્ચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લોકોનું સુખાકારી માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. દેશમાં ગુજરાત ફક્ત એવું રાજ્ય છે. જ્યાં અવિરત ૨૪ કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે. સોલાર ઊર્જા ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે. જે ખેડૂતો એ ખેતીવાડી વીજ જાેડાણ માટે અરજી કરી છે તેમને ઝડપથી વીજ જાેડાણ આપવામાં આવશે.
વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, લીંબડી તાલુકામાં પાણશીણા પેટા વિભાગીય ક્ચેરીનું લોકાર્પણ થવાથી લોકો માટે હવે વહીવટી સરળતા રહેશે.
આ તકે અગ્રણી જગદીશભાઈ મકવાણા અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરેએ પ્રાસંગિક ઉદબોેધન કર્યા હતા. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલે સ્વાગત પ્રવચન કર્યું હતું.
પીજીવીસીએલ ક્ષેત્રીય ક્ચેરીના મુખ્ય ઈજનેર એ.એ.જાડેજાએ આભારવિધિ કરી હતી. લીંબડી નગરપાલિકાના પ્રમુખ બેલાબેન વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, રાજભા ઝાલા અને મુકેશભાઈ શેઠ તેમજ પીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.