સોલાર પંપ યોજનાનો લાભ લઇ પ્રતિક પટેલે સોલાર પેનલથી પિયતની વ્યવસ્થા વિકસાવી
લુણાવાડા:મહીસાગર જિલ્લાનામધવાસ ગામના પ્રગતિશીલ ખેડૂત અને આધુનિક ખેત પધ્ધતિ અપનાવી બાગાયતી અનેઅન્ય ખેતી પાક કરતાં પ્રતિકભાઇ પટેલને ખેતી પાકોમાંપિયતપધ્ધતિ માટે લાઇટ નહી પણ સૌરઉર્જા સંચાલિત સૌરઉર્જાની પેનલો લગાવી કૂવામાં પાંચહોર્સપાવરની મોટરદ્વારાપિયતપધ્ધતિઅપનાવી ખેતીમાં તેમજ બાગાયતીપાકને પાણીઆપીસુંદર ખેતી કરી રહયાં છે.
ખેતીવાડીખાતું તથા એમ.જી.વી.એલ. કંપનીદ્વારા મારા આ ફાર્મહાઉસ પર લાઇટની અવાર નવારતકલીફ હતીતેનાઉપાયના ભાગરૂપે મળેલ માર્ગદર્શન મુજબ મને એમ.જી.વી.એલ. કંપનીદ્રારા સૌરઉર્જાલગાવવાનો રૂપિયાછ લાખની કિંમતની પેનલો સરકારની સબસીડી મારફત મળી છે. તેનાથી અમને ખેતીમાં પિયત પધ્ધતિ દ્વારા કૂવામાંથી પાણી ખેંચીને ટપક સિંચાઇ પધ્ધિતિ અને ફૂવારાપધ્ધિતિથી ખેતી કરીએ છીએ આ વર્ષે અમે મરચાં ની ખેતી તથા બીજીજમીનમાંશાકભાજીની ખેતી કરી છે.
પ્રતિકભાઇ પટેલે જણાવ્યું કે, સરકારની આ યોજના ખૂબજ સારી છેઅગાઉ તે જમીનમાં પૂરેપૂરી સિંચાઈ કરી શકતા ન હતા પરંતુ સરકારશ્રીની યોજના અંતર્ગત એમ.જી.વી.એલ. ના માર્ગદર્શન હેઠળ માત્ર રૂા. ૨૫૦૦૦/-ભરીને મે પાંચ હોર્સ પાવર સોલાર પંપ કનેક્શન મેળવ્યું. આ સોલાર પંપ ને લીધે મારી જમીનમાં પિયત વિસ્તાર વધ્યો છે વીજ બીલ માંથી કાયમી છુટકારો મળ્યો છે યોજના અંતર્ગત પાંચ વર્ષની મેન્ટેન્સ ગેરંટી પણ હોવાથી કોઈ મુશ્કેલી થાય કે તરત જ કંપની દ્વારા રીપેર કરી આપવામાં આવે છે. રાત્રે વન્યપ્રાણીઓની અવર-જવર હોય તો ખેતી કરવામાં મુશ્કેલી આવતી પરંતુ સોલાર પંપ આવ્યા પછી દિવસે સિંચાઈ થઈ શકે છે . રાત્રે ખેતરે કામ કરવું પડતું ન હોવાથી ને દિવસે સિંચાઈ થઈ શકતી હોવાથી પરિવાર સાથે આનંદથી રહી શકીએ છે.
આ યોજના અન્ય લોકોએ પણ અપનાવવી જોઇએ મે લાભ લીધો છે.જેનાથીઅમનેખૂબજફાયદો છે ન લાઇટ બીલ ભરવાની ઝંઝટ, જીરો લાઇટ બીલ, ઓછું મેન્ટેન્સ છે સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. મારા ગામના બીજા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ લેવા હું પ્રોત્સાહિત કરીશ આજે સારી રીતે અમારા ખેતરમાંસૂર્ય પ્રકાશથી લાઇટ અને પીયત થાય છે. આ સોલાર ઉર્જા થકીખેતીનો વધું વિકાસ કરી ખેતીની આવક બમણી કરવાનોમને સંપૂર્ણ વિશ્વાસ છે.