Western Times News

Gujarati News

સોલા-વસ્ત્રાપુરમાં બંગલામાં છુપાવી દારુ વેચતા બે ઝબ્બે

અમદાવાદ, શહેરમા વિદેશી દારૂને લઈને બુટલેગરનો નવો કીમીયો સામે આવ્યો છે. વૈભવી બંગલોમા વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતા બુટલેગરો ઝડપાયા છે. સોલા અને વસ્ત્રાપુરમા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરીને પોલીસે તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાપુર અને સોલા પોલીસે પકડેલા બને ભાઈઓ કોટ વિસ્તારમાં રહેતા હતા અને બાદમાં હાઇપ્રોફાઇલ લોકોને દારૂ આપવા સોલા અને વસ્ત્રાપુર વિસ્તારમાં રહેવા આવ્યા હતા. તો બીજીતરફ ખાખીને દાગ લગાવતો કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા પોલીસસ્ટેશન નો હે.કો. જ ૧૫૦થી વધુ દારૂની બોટલો સાથે પોલીસલાઈનમાંથી જ ઝડપાયો છે.

પોલીસ કસ્ટડીમા જાેવા મળતો આ બુટલગેર શહેરના પોશ ગણાતા સોલા વિસ્તારમા પોતાના વૈભવી બંગલાનારસોડામા ભોંયરૂ બનાવીને વિદેશી બ્રાન્ડનો મોંધો દારૂનો જથ્થો છુપાવ્યો હતો. સોલા પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળતા સોલા સિવિલ હોસ્પિટલની સામે આવેલા હરીવિલામા બંગ્લોઝના સી ૩૮ નંબરના બંગલોમા પોલીસે રેડ કરી હતી.

ત્યારે બંગલોના માલીક વિનોદભાઈ પટેલ ઉર્ફે વોરા વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાનુ ખુલ્યુ છે. પોલીસે તપાસ કરતા પાર્કિગમા પાર્ક કરેલી કારમાં પાછળની ડેકીમા વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. એટલુ જ નહિ પોલીસે બુટલેગરના ઘરમાં તપાસ કરત રસોડામાં ફ્રીઝ ખસેડી જાેતા નીચે ભોંયરું મળી આવ્યું હતું.

ભોંયરામાં આવવા જવા માટે લોખંડની સીડી પણ મૂકી હતી. ત્યા જુદી-જુદી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલ છુપાવી હતી. સોલા પોલીસે બુટલેગર વિનોદ વોરાની ધરપકડ કરીને ૯ લાખના દારૂના જથ્થા સહિત રૂ ૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે. આરોપી રાજસ્થાનથી જાતે દારૂ લાવતો અથવા પર્સલમાં પણ દારૂમંગાવતો હતો.

૩ હજારથી લઈ ૧૦ હજાર સુધીની કિંમતની દારૂની બોટલ પર તે ત્રણ હજારથી વધુ નફો મેળવતો હતો. સાથે જ વોટ્‌સએપ થકી આ ધંધો ચલાવી રોકડીયો વેપાર કરતો હતો. તો વસ્ત્રાપુર પોલીસની કસ્ટડીમા રહેલો બુટલેગર છે અરવિંદ પટેલ. પોલીસે પોશ વિસ્તાર રાજપથ કલબની સામે રંગરેજ પાર્કમા રેડ કરીને રૂ ૪.૬૦ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

અરંવિદ પટેલ અને સોલામા પકડાયેલ વિનોદ પટેલ બન્ને સગા ભાઈઓ છે. તેઓ શાહપુરમા રહેતા હતા, પંરતુ દારૂનો ધંધો કરવા પોશ વિસ્તારમા મકાન ખરીદયુ હતું. વિનોદએ ઘરમા આવેલી અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાકીની ઉપર રસોડુ બનાવીને ટાંકીને દારૂનો જથ્થો છુપાવવા ભોયરૂ બનાવ્યુ હતુ. દારૂના વેચાણની સાથે વિનોદ જમીન દલાલનો ધંધો કરતો હતો, જેથી પોલીસને શંકા પડે નહિ. જયારે તેના ભાઈએ દારૂની સાથે અન્ય વેપાર શરૂ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.