Western Times News

Gujarati News

સોલા સિવિલના દર્દીઓ હવે અસારવા સિવિલ શિફ્ટ થશે

અમદાવાદ, અમદાવાદના અસારવા સિવિલમાં હડતાળ સમેટાઇ ગઇ છે. જેના કારણે અમદાવાદની સોલા સિવિલમાં દર્દીઓનો અચાનક વધારો થઇ ગયો છે તેની પાછળનું કારણ છે છેલ્લા અઠવાડિયાથી ચાલતી હડતાલ. અમદાવાદમાં મફત સારવાર આપતી સોલા સિવિલ હોસ્પિટલમાં હડતાળના મંગળવારે, ૫મા દિવસે પણ મોટી સંખ્યામાં દર્દીઓ જાેવા મળ્યા હતા.

આ અંગે વાતચીત કરતા સોલા સિવિલ ના આરએમઓ પ્રદીપ પટેલે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં હડતાળને પગલે સોલા સિવિલમાં દર્દીઓ વધ્યા છે. છેલ્લા ચાર દિવસથી રોજનાં ૧૦૦થી ૧૫૦ દર્દીઓનો વધારો થયો છે. એટલું જ નહિ ઇન્ડોર દર્દી એટલે દાખલ થવા વાળા દર્દીઓનો પણ વધારો થયો છે.

ઓપરેશનવાળા દર્દીઓ આવી રહ્યા છે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ જેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર છે અને જેને અસારવા સિવિલ રીફર કરવા પડે એમ છે એ તમામ દર્દીઓને હાલ અન્ડર ઓબસર્વેશન રાખવામાં આવ્યા છે.

આ સાથે જ જલદી ઓપરેશન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં હડતાલ છે તેમ કહીને દર્દીઓને પાછળ ધકેલાય છે તેવી વાત પણ સામે આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિનું આતરડું બહાર આવી ગયું હોવાની પણ માહિતી સામે આવી હતી. દર્દી હોસ્પિટલમાં ટાંકા તોડાવવા આવ્યો હતો ત્યારે હડતાલને કારણે દર્દીને હાંકી કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં ૫૦% ઓપરેશન રદ થયા છે.

જ્યારે હડતાળ સમેટાતાં દર્દીઓએ હાશકારો અનુભવ્યો હતો. બી.જે.મેડિકલ કોલેજના યુજી અને પી.જી મેડિકલના રેસીડેન્ટ જુનિયર ડોકટરોની રજૂઆત પછી ડૉ.કમલેશ ઉપાધ્યાય સામે ચાલતી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી યુ જી મેડિકલ અને ઇન્ટર કોલેજને લગતા તેમજ પી જી મેડિકલનાં વિદ્યાથીઓને લગતા પ્રશ્નોનો હવાલો લઈને ડીન અને પીજી ડાયરેક્ટરને સોંપવાનો ર્નિણય લેવાતાં હડતાળ સોમવારે ૧૧.૪૫ કલાકે સમેટાઈ ગઈ હતી .પરંતુ સવાલ એ થાય કે, શા માટે રેસીડન્ટ જુનિયર ડોક્ટરોએ હડતાલ કરી હતી.

મેડીકલના મેડિસિન વિભાગના વડા ડો. કમલેશ ઉપાધ્યાય વિરુદ્ધ જાેહુકમીને લઈને અનેક રજૂઆત કરવામાં આવી હતી. તેમની સામે કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નહોતા. જેના લીધે રેસિડેન્ટ અને જુનિયર ડોક્ટરો દ્વારા સિવિલમાં ડ્યુટીથી દૂર રહેવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. એવામાં હવે તેમને તેમના પદથી દૂર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.