Western Times News

Gujarati News

સોલા સિવિલમાં ડોક્ટર સાથે ઓનલાઈન ઠગાઈઃ વાઉચરનાં બહાને ૧.૪૦ લાખની છેતરપિંડી

પ્રતિકાત્મક

વાડજમાં કેવાયસી અપડેટ કરવાના બહાને ૫૧ હજારથી વધુના ટ્રાન્ઝેક્શન કરી લેવાયા

અમદાવાદ: પોલીસતંત્ર દ્વારા અવારનવાર જાહેરાત આપવા છતાં નાગરીકો ઓનલાઈન ઠગાઈનો ભોગ બની રહ્યાં છે. તાજેતરમાં સોલા સિવિલનાં ડોક્ટર તથા અન્ય એક વ્યક્તિ સાથે પણ આવી જ છેતરપિંડી થઈ છે. સોલા સિવિલમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતાં ડોક્ટર પિનલ વસાણી સોમવારે અજાણી સ્ત્રીએ ફોન કરી એક્ષીસ બેંકમાંથી બોલતી હોવાની વાત કરી હતી અને તેમણે કરેલી ક્રેડીટ કાર્ડ પર વાઉચર-આપવાની લાલચ આપી બેંકની માહિતી મેળવી લીધી હતી. જેનાં આધારે ફોન કરનાર કોમલ નામની સ્ત્રીએ ગણતરીની સેકન્ડોમાં જ કુલ રૂપિયા ૧.૪૦ લાખનાં ટ્રાન્ઝેક્શન કરી લીધા હતા. ડોક્ટર પિનલને જાણ થતાં તેમણે આ અંગે સોલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

વાડજમાં સુભી પાર્કમાં રહેતાં કિંજલબેન શાહને પણ અજાણ્યા શખ્સે ફોન કરી પેટીએમ અપડેટ કરવાનાં બહાને લીંક મોકલી એપ્લીકેશન ડાઊનલોડ કરવા કહ્યું હતું. કિંજલબેને કહ્યા મુજબ કરતાં જ તેમનાં ખાતામાંથી રૂપિયા ૫૧ હજારથી વધુની રકમ ઊપડી ગઈ હતી. આ અંગે તેમણે તુરંત વાડજ પોલીસને જાણ કરી હતી.

અમદાવાદ શહેરમાં અનલોક દરમિયાન છેતરપીંડીની સંખ્યાબંધ ઘટનાઓ ઘટવા લાગી છે ખાસ કરીને ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગનો
આંતક ખૂબ જ વધવા લાગ્યો છે જેના પરિણામે રાજયભરમાં સાયબર પોલીસ સ્ટેશનો શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ માટે પોલીસને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે

પરંતુ હાલમાં નાગરિકોની બેંક એકાઉન્ટની વિગતો મેળવી તેની સાથે ફોન પર વાતચીત કરી વિશ્વાસ સંપાદિત કર્યાં બાદ બેંક એકાઉન્ટની વિગતો મેળવી તેની પાસેથી છેતરપીંડી આચરવામાં આવે છે આવી ઘટનાઓમાં પરપ્રાંતિય ટોળકીઓ સંડોવાયેલી હોય છે.  પોલીસે સક્રિય રીતે આવી ટોળકીઓને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.