સોલા સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાયા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે પર પણ રાત્રે ભારે વરાસદ પડતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે જેના પરિણામે મધરાતથી જ ટ્રાફિકજામના દ્રશ્યો જાવા મળી રહયા છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આર્શિવાદરૂપ સોલા સિવિલ હોસ્પિટલમાં મધરાતે પાણી ઘુસી જતાં દર્દીઓની હાલત કફોડી બની હતી અને હોસ્પિટલમાંના સત્તાવાળાઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા જાકે તાત્કાલિક આ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં મધરાતે પડેલા ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાઈ જવાની ફરિયાદો નોંધાઈ છે
જેના પગલે મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા સતત પાણીના નિકાલની કાર્યવાહી શરૂ કરાઈ છે. એસ.જી.હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાંના સંકુલમાં પણ પાણી ભરાયાના સમાચાર મળી રહયા છે પાણીની સપાટી વધવા લાગતાં દર્દીઓ તથા હોસ્પિટલમાંના સ્ટાફના સભ્યો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું હતું જાકે મેઘરાજાએ વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થયું હોવાનું પણ જાણવા મળી રહયું છે.
અમદાવાદ શહેરમાં એસ.જી.હાઈવે પર આવેલી સોલા સિવિલ હોÂસ્પટલના સંકુલમાં પાણી ભરાતા અને તેની સપાટી સતત વધતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો હોÂસ્પટલના સત્તાવાળાઓ ચિંતાતુર બની ગયા હતા અને આ અંગેની જાણ સ્ટેટ કંટ્રોલ અને સીટી કંટ્રોલને કરી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક અધિકારીઓ પહોંચી ગયા હતા અને કામગીરી શરૂ કરી હતી.