સોલા સિવિલ હોસ્પિટલે મને જીવતદાન આપ્યું
૨૯ વર્ષના કૌશિકભાઇ પટેલને સમયસર સારવાર મળતા કોરોના સામે લડવાની નવી ઉર્જા મળી
મૂળ મહેસાણા જિલ્લાના કોચવા ગામના ૨૯ વર્ષીય કૌશિકભાઇ પટેલ અહી અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે નોકરી કરે છે અને પરિવાર સાથે અહી જ રહે છે. કોરોનાનો ચેપ પોતાને અને પરિવારને ન લાગે એનું સતત ધ્યાન પણ તેઓ રાખતા હતા, છ્તાં થોડા દિવસો પહેલા કોરોનાના લક્ષણો દેખાતા તેમણે ખાનગી હોસ્પિટલમા પણ સારવાર લીધી,
પરંતુ ત્યાં રિકવરી ન આવતા દિન-પ્રતિદિન તેમની હાલત કથળતી જતી હતી. અને એક દિવસ અચાનક જ ઓક્સિજન લેવલ ખુબ ઘટી જતાં તેમને સોલા સિવિલમા ૧૪ એપ્રિલના રોજ દાખલ કરવામાં આવ્યા.
કોરોનાની સારવારના અનુભવ વિશે કૌશિકભાઇ કહે છે કે, હુ અહીં આવ્યો ત્યારે મારી હાલત ખુબ નાજુક હતી, અહી ડોકટર, નર્સ સહિતના સ્ટાફ દ્વારા મને તુરંત જ ICU માં શીફટ કરીને મારી સારવાર શરૂ કરવામાં આવી.મને સમયસર દવાઓ અને જમવાનું પણ ખુબ નિયમિત આપવામા આવે છે. અત્યારેમારી તબિયત ખુબ સારી છે. સોલા સિવિલ સરકારી કોવિડ હોસ્પિટલમાં મારી ખુબ જ સારી સારવાર કરવામાં આવી રહી છે.
આ માટે હું ડોકટર, નર્સ સહિતના સ્ટાફને ધન્યવાદ આપુ છું. તેઓનો દર્દીઓ સાથેનો સંવાદ અને સ્વભાવ ખુબ મળતાવડા છે. કોઇપણ દર્દીને સહેજ પણ તકલીફ પડે તો તેઓ તુરંત જ હાજર થઈ જાય છે,અને સારી સારવાર આપે છે. આવી જ સુંદર સેવા બીજા દર્દીઓની પણ કરવામાં આવે છે જે જોઇને આનંદ અનુભવુ છુ.
કોરોનાથી કોઈએ ડરવાની જરૂર નથી પણ હિમંતથી લડવાની જરૂર છે તેમ જણાવતા કૌશિકભાઇ પટેલ ઉમેરે છે કે આપણે સૌ કોરોના સામે સાવચેતી રાખીને જ આ જંગ જીતી શકીશુ, ડોકટરની સલાહ અનુસાર જો આપણે વર્તીએ તો કોરોના સામે લડવું આસાન છે. – મનીષા પ્રધાન