સોશલ મીડિયાથી અફવા ફેલાવવાની મંજુરી કોઇને પણ નહીં: રવિશંકર
નવીદિલ્હી, મોદી સરકાર માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્વટર પર પગલા લેવાની તૈયારીમાં નજરે પડી રહી છે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજયસભામાં બોલતા કહ્યું કે સોશલ મીડિયા કંપનીને કડક સંદેશ આપવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે સોશલ મીડિયાનો પ્રયોગ જાે હિંસા,ફેંક ન્યુઝ વૈમનસ્ય વધારવા માટે કરવામાં આવશે તો કાર્યવાહી થશે આ પહેલા ટિ્વટર મામલા પર અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું છે અમેરિકાએ કહ્યું કે તે દુનિયાભરમાં લોકતાંત્રિક મૂલ્યોને સમર્થન કરવા માટે પ્રતિબધ્ધ છે આવામાં ભારતના નિર્ણયને સમર્થન કરે છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે આજે આ ગૃહના પટલથી પછી ભલે તે ટિ્વટર હોય ફેસબુક હોય કે તે લિકડઇન હોય કે કોઇ અન્ય કે વોટ્સએપ હોય હું વિનમ્રતાથી વિનંતી કરીશ ભારતમાં આપ કામ કરો તમારા કરોડો ફોલોઅર્સ છે અમે તેમનું સમ્માન કરીએ છીએ પૈસ કમાવો પરંતુ ભારતના બંધારણનું તમારે પાલન કરવું પડશે ભારતીય કાનુનનું કોઇ પણ સ્થિતિમાં પાલન કરવું પડશે હિંસા ઉશ્કેરવા અને ભ્રામક જાણકારી ફેલાવવાનો કોઇને અધિકાર આપવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાજયસભામાં સોશલ મીડિયાના દુરૂપયોગને રોકવાના સંબંધમા સરકાર તરફથી ઉઠાવવામાં આવેલ પગલાને લઇ પુછવામાં આવેલા આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર ગુપ્તાના સવાલનો જવાબ આપી રહ્યાં હતાં આપ સાંસદે ગૃહમાં પુછયુ હતું કે સરકારે ખોટી સોશલ મીડિયાને રોકવા માટે શુંશું કાનુન બનાવ્યા છે અને શુશું કાનુન બનાવવાની પ્રક્રિયામા છે.
દરમિયાન અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવતા નેડ પ્રાઇસે કહ્યું કે સામાન્ય રીતે હું કહેવા માંગુ છુ કે અમેરિકા દુનિયાભરમાં લોકતાંત્રિક મૂલ્યોનું સમર્થન કરવા માટે પ્રતિબધ્ધ છે મને લાગે છે કે જયારે ટિ્વટરની નીતિઓની વાત આવે છે તો ટિ્વટરને પણ આ સમજવું પડશે.
મોદી સરકારે ચાર ફેબ્રુઆરીએ ટિ્વટરથી ૧૧૭૮ એકાઉન્ટને હટાવવા માટે કહ્યું હતું તેના પાકિસ્તાની અને ખાલિસ્તાની જાેડવ જણાયો હતો તથા તેનાથી કિસાનોના પ્રદર્શનને લઇ ઉશ્કેરણીજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવી રહી હતી તેમાંથી ૫૮૩ એકાઉન્ટની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.HS