Western Times News

Gujarati News

સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ લગ્નમાં ૫૦૦૦નો દંડ

Files Photo

સુરત: કોરોના મહામારી વચ્ચે સરકારના વારંવાર બદલાતા નિયમોને કારણે લગ્ન પ્રસંગ કરનારા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. લગ્નમાં ૨૦૦ લોકોની હાજરીને ઘટાડીને ૧૦૦ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે પ્રસંગની છૂટ આપવામાં આવી રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પહોંચ વાઈરલ થઈ છે.

લગ્ન પ્રસંગમાં મહેમાનો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર હોવાથી ?૫૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. એસએમસીની વાઈરલ થયેલી પહોંચમાં પૂર્વઝોન-૧૩માં રાહુલભાઈ દુલાભાઈ જીવાણી નામના વ્યક્તિનો ઉલ્લેખ છે. જેની પાસેથી ૫૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરી તેમના નામે આ પહોંચ આપવામાં આવી છે.

આ પહોંચ ૨૫ નવેમ્બર ૨૦૨૦ના રોજની છે. આ સાથે તેમાં કન્યાનું નામ અને ગંગાજમના સોસાયટીની વાડીમાં લગ્ન પ્રસંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર મહેમાનો હોવાથી આ દંડ ફટકાર્યો હોવાનો પણ ઉલ્લેખ છે. સોશિયલ મીડિયામાં આ પહોંચ ખૂબ જ વાઈરલ થઈ છે. જેના પર યૂઝર્સ ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યૂઝર્સે કોમેન્ટ કરી કે નેતાઓની રેલી અને સરઘસમાં છૂટ આપવામાં આવે છે અને સામાન્ય જનતાઓને આ રીતે લૂંટવામાં આવે છે. હાલ કોરોની સ્થિતિ જોઈને લગ્નનું આયોજન કરનારા લોકો ચિંતિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.