સોશિયલ મિડિયાના દુરુપયોગને રોકવા માર્ગદર્શિકા માટેનો આદેશ
નવીદિલ્હી, દેશમાં સોશિયલ મિડિયાના વધતા જતાં દુરુપયોગને લઇને સુપ્રીમ કોર્ટે આજે ગંભીર નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે ટેકનોલોજી દ્વારા ખતરનાક વળાંક લઇ લેવામાં આવ્યા બાદ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, સોશિયલ મિડિયાના દુરુપયોગને રોકવા માટેની જરૂરીયાત દેખાઈ રહી છે. માર્ગદર્શિકા સાથે બહાર આવવા કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. આના માટે ત્રણ સપ્તાહની અંદર જ તેને માહિતગાર કરવા માટે પણ સૂચના આપી છે.
સોશિયલ મિડિયાના દુરુપયોગને લઇને દેશભરમાં હાલ ભારે ચર્ચા જાવા મળી રહી છે. હાલમાં સરકારે ચોક્કસપણે જુદા જુદા પગલા સોશિયલ મિડિયાના દુરુપયોગને રોકવા માટે લેવા જાઈએ. જÂસ્ટસ દીપક ગુપ્તા અને અનુરુદ્ધ બોઝની બનેલી બેંચે કહ્યું હતું કે, કેટલાક સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ એવા બની ગયા છે જે મેસેજાને મોકલનાર અથવા તો ઓનલાઈન કન્ટેઇન્ટને લઇને ભાળ મેળવવામાં પણ નિષ્ફળ છે જે ખુબ જ ખતરનાક બાબત હોઈ શકે છે. બેંચે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ આ વૈજ્ઞાનિક મુદ્દા ઉપર નિર્ણય લેવા માટે સક્ષમ નથી. આ કામ સરકારનું છે.
આ તમામ મુદ્દાઓને હાથ ધરવા યોગ્ય માર્ગદર્શિકા સાથે સરકારને બહાર આવવાની જરૂર દેખાઈ રહી છે. ટોપ કોર્ટે અગાઉ કેન્દ્ર સરકારને કેટલીક સૂચના આપી હતી જેના ભાગરુપે ૧૨ ડિજિટના બાયોમેટ્રિક યુનિટ આધાર સાથે યુઝરના સોશિયલ મિડિયા એકાઉન્ટને લિંક કરવા માટે માર્ગદર્શિકા અથવા તો ફ્રેમવર્ક તૈયાર કરવા કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે કે કેમ તે અંગે ખુલાસો કરે તે જરૂરી છે. આ મામલાના સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું કે, કન્ટેઇન્ટ મોકલનાર અથવા તો વાંધાજનક મેસેજા કરનાર લોકોને ઓળખી કાઢવાની જરૂરિયાત દેખાઈ રહી છે.