Western Times News

Gujarati News

સોશિયલ મિડિયા ઉપર શ્વેતા તિવારી અને પતિનું કોલ્ડ વોર

અભિનેત્રીના પતિનો બધું બરાબર હોવાનો દાવોઃ શ્વેતા તિવારીનો ઈન્ટાગ્રામ પર વળતો પ્રહારઃશ્વેતા ફરી ચર્ચામાં
નવી દિલ્હી, ટીવી સીરિયલ કસૌટી જિંદગી કીમાં પ્રેરણાની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી અભિનેત્રી શ્વેતા તિવારી ફરી એકવાર પોતાના અંગત જીવનને લીધે હેડલાઇન્સમાં છે. હકીકતમાં, શ્વેતા તિવારીથી અલગ થઈ ગયેલા તેના પતિ અભિનવ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર વ્હોટ્‌સએપની અંગત ચેટ શેર કરી છે.

અભિનવ કોહલીએ દાવો કર્યો છે કે આ તેમની અને શ્વેતા તિવારી વચ્ચેની વાતચીત છે. આ સાથે અભિનવે એમ પણ કહ્યું છે કે તેની પત્ની શ્વેતા તિવારીએ તેમની વિરુદ્ધ કોઈ કેસ દાખલ કર્યો નથી. હવે શ્વેતા તિવારીએ આ સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્‌યું છે અને અભિનવ કોહલીને જવાબ આપ્યો છે. શ્વેતા તિવારીએ વ્હોટ્‌સએપ ચેટને સાર્વજનિક કરવાની બાબતે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં એક પુસ્તકનું પૃષ્ઠ શેર કર્યું છે. ઉપરાંત, શ્વેતા દ્વારા આ પૃષ્ઠની કેટલીક લાઈનો રેખાંકિત કરવામાં આવી છે.

શ્વેતા તિવારીએ સીધું કંઇ કહ્યું નહોતું, પરંતુ ઈશારાઓમાં અભિનવ કોહલીને નિશાન બનાવતા કહ્યું કે, જે લોકો તેમની આશા રાખે છે, તેઓ બધા સત્યને જાણે છે, મને બાકીનાની કોઈ દરકાર નથી. ચાલો થોડું ઊંઘી જઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારી અને તેની પુત્રી પલકે ગત વર્ષે ઓગસ્ટમાં અભિનવ કોહલી વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

એટલું જ નહીં, શ્વેતાની પુત્રી પલકે ઈન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે અભિનવ તેમની સાથે દુર્વ્યવહાર કરે છે. શ્વેતા તિવારીની ફરિયાદના આધારે કાર્યવાહી કરતાં પોલીસે અભિનવ કોહલીની પણ ધરપકડ કરી હતી. જો કે, તાજેતરમાં જ અભિનવે દાવો કર્યો હતો કે તેની અને શ્વેતા વચ્ચે બધુ બરાબર છે અને તેઓ સાથે રહી રહ્યા છે. અભિનવે તેના ઇન્સ્ટાગ્રામ પર વોટ્‌સએપ પર એક ચેટ પણ શેર કરી હતી અને લખ્યું છે કે તેમની સામે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

અભિનવ કોહલીએ એક ઈન્ટર્વ્યુમાં કહ્યું કે, મેં જે કહ્યું તેના પર હું સંપૂર્ણપણે મક્કમ છું. ૧૧ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ શ્વેતાએ કેસ દાખલ કર્યો ન હતો, કે તેણે ક્યારેય મારી સામે ફરિયાદ નોંધાવી ન હતી. તેથી અમારી ફરિયાદ જે પણ છે, અમારા ઝોનના ડીસીપીએ એક વીડિયો બનાવ્યો છે અને તે ઇન્ટરનેટ પર છે. અભિનવ કોહલીને આ બાબતે કહેવામાં આવ્યું હતું કે શ્વેતા તિવારીએ તેમના સમાધાનના દાવાને નકારી કાઢયો છે, ત્યારે તેમણે કહ્યું કે, ઠીક છે, પરંતુ હું આ વિશે કંઇ કહેવા માંગતો નથી.

હું મીડિયામાં આવતા તમામ સમાચાર વાંચું છું, પણ મારે શું કહેવાનું છે, તે હું મારા સોશિયલ મીડિયા પર કહીશ. આ મામલે જે પણ શંકા કે કુશંકા છે અને શ્વેતા જે પણ કહે છે, તે બધી બાબતો હું મારી સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ પર સ્પષ્ટ કરીશ. મારે હવે કંઇ કહેવું નથી. તમે મારા ઇન્સ્ટાગ્રામ પર મારી પોસ્ટ્‌સ જોતા રહો અને બધું સ્પષ્ટ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્વેતા તિવારીની સાથે તેમની પુત્રી પલકે પણ અભિનવ કોહલી પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પોલીસે અભિનવ કોહલીની ધરપકડ કરી હતી.

અભિનવ કોહલી શ્વેતા તિવારીનો બીજો પતિ છે અને પલક તેની સાવકી પુત્રી છે. અભિનવ તિવારીએ તે સમયે કહ્યું હતું કે આ બધું મારા માટે પૂરતું છે, પરંતુ તે હજી પૂરું થયું નથી. તે હજી પણ ચાલુ છે. હું સામાન્ય બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું, બધું સામાન્ય થવામાં થોડો સમય લાગશે. આ આપણા પરિવારની અંગત બાબત છે. જેલમાંથી આવ્યા પછી હું શ્વેતાને પણ મળ્યો છું. અભિનવ કોહલી તેની માતા પૂનમ કોહલી સાથે હતા. જોકે, અભિનવે પુત્રી પલકના આક્ષેપો અંગે કંઇ કહ્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.