સોશિયલ મીડિયાને કારણે 80 લાખની છેતરપિંડી કરનારની પોલ ખૂલી
![social media addiction](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Social-1024x576.jpg)
પ્રતિકાત્મક
સુરત, પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા રૂપિયા ૮૦ લાખના કેસનો આરોપી પાકિસ્તાન ભાગી ગયો હોવાથી ફરિયાદીએ કોર્ટમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરવા માટે એડવોકેટ વિરલ મહેતા મારફતે કરેલી અરજી કોર્ટે મંજૂર કરી હતી. સમગ્ર ઘટના ત્યારે સામે આવી જયારે આરોપી સોશિયલ મીડિયા પર પાર્ટી કરી રહ્યો હતો અને તેને લાઈવ બતાવ્યું હતું આ સીન જાેતા જ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
કેસની વિગત મુજબ ન્યૂ સિટિલાઈટ રોડ ખાતે રહેતા અને કાપડનો ધંધો કરતા હરજીતસિંહ સંતોષસિંગ છાબડાએ મૂળ પાકિસ્તાનના રહેવાસી અને હાલ દિલ્હીમાં રહેતા ગજીન્દર જસબીરસિંહને રૂપિયા ૮૦ લાખનો માલ આપ્યો હતો. આ માલનું પેમેન્ટ નહીં આપતા આરોપી સામે પાંડેસરા પોલીસ મથકમાં ચિટિગનો ગુનો નોંધાયો હતો.
ધરપકડથી બચવા માટે આરોપી ગજીન્દરએ આગોતરા અરજી કરી હતી. આગોતરા જામીન આપતી વખતે શરત રખાઈ હતી કે આરોપીએ રેગ્યુલર પોલીસ મથકમાં હાજરી પુરાવવી, પરવાનગી વગર ભારત દેશની હદ છોડવી નહી,
આરોપીએ પહેલાં રીન્યુ માટે પાસપોર્ટ કોર્ટમાંથી છોડાવ્યો હતો અને બાદમાં તે પોતાના એડ્રેસ પર જ નહીં દેખાતા તેની સામે આગોતરા અરજી નામંજૂર કરવા માટે અરજી કરાઈ હતી. કોર્ટે આરોપીની ફરી ધરપકડ કરવા માટેના આદેશ આપ્યા હતા.