સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કેસમાં આમોદના મૌલવીની અટકાયત
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આગામી દીવસમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશ્યલ મીડીયામાં વૈમન્સ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હતી.
તો બીજી તરફ સાયબર સેલ દ્વારા સોશ્યલ મિડિયામાં વોચ રાખવી અને કંઈ ગુનાહીત જણાઈ આવ્યેથી કાયદેસર કાર્યવાહી કરવાની કામગીરી જીલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે.જે અનુસંધાને ભરૂચ જીલ્લા પોલીસ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરી ઈદના તહેવાર અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશ્યલ મિડિયામાં કુરબાનીનો તરીકાની એક પોસ્ટ થઈ હતી.જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો.
જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવા કૃત્ય આમોદના દારૂલ ઉલૂમ બરકાતે ખ્વાજાના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડએ કરી હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતું.જેથી આ મામલે આમોદના પીએસઆઈ આર.એ.અસ્વારે સુલેહ શાંતિનો ભંગ થઈ શકે તેવુ જણાતા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડને તાત્કાલિક ઝડપી પાડી પાડયા હતા.
આ અંગે તેમની પુછપરછ દરમ્યાન પોતે પોતાના વોટ્સએપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ ઘણા ગૃપમાં પોસ્ટ શેર કર્યા અંગેની કબુલાત કરતા તેમના વિરૂધ્ધ તાત્કાલિક પ્રથમ સુલેહ ભંગ અટકાવવા તેના અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ તેમની પોસ્ટથી હિન્દુ તથા અન્ય ધર્મસમાજની ધાર્મિક લાગણી દુભાયેલ હોવાથી, આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેની વધુ તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે મૌલવી અગાઉ ધર્માંતરણ કેસમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.