સોશિયલ મીડિયા પર વાત કહેવાનો દરેકને હક : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો
નવીદિલ્હી: સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર લોકો સામે થતી કાર્યવાહી પર સુપ્રીમે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે હાલ સ્થિતિ ચિંતાજનક છે.
સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર લોકો સામે થતી કાર્યવાહી પર સુપ્રીમે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે હાલ સ્થિતિ ચિંતાજનક છે. આ મુદ્દે કોર્ટે બે અઠવાડિયામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. આખી વાત એમ છે કે એક બિનસરકારી સંસ્થાએ કોર્ટમાં અરજી કરી હતી કે જે લોકો સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી પોતાની વાત મૂકે છે
તેમના વિરુદ્ધ પોલીસ કેસ થઈ રહ્યા છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં આ બાબતે કેસો થયા છે અને પોલીસ તેવા લોકોને જેલમાં ધકેલી રહી છે. જ્યારે બીજી બાજુ ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટે આઇટી એક્ટના સેકશન ૬૬ને રદ કર્યો હતો, આ ર્નિણયનો મતલબ એમ થાય છે કે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાની વાત કહી શકે છે. એટલે કે તે અપરાધ ના હોઈ શકે.
વકીલ સંજય પારેખે સોમવારે સુનાવણી દરમ્યાન કહ્યું કે આવી કાયદો રદ કર્યા બાદ પણ પોલીસ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવાવાળા લોકો વિરુદ્ધ કેસ કરે છે અને તેમેને જેલમાં પણ મોકલે છે. આ વિશે જસ્ટિસ આરઍફ નરમીન, જસ્ટિસ કેએમ જાેસેફ, અને જસ્ટિસ બી આર ગવઈએ કહ્યું કે “અમને ખબર છે, સ્થિતિ હાલ ખરાબ અને ચોંકાવનારી છે.” જવાબમાં જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે નવ આઇટી એક્ટ મુજબ તેમાં એકદમ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. આ પર જસ્ટિસ નરમીને હસીને કહ્યું કે પોલીસ આવા કોઈ કાયદા વાંચતાં નહીં હોય”
આ બાદ કોર્ટે સરકારને બે અઠવાડિયામાં આ સવાલનો જવાબ લેખિતમાં માંગ્યો છે અને કહ્યું છે કે અમને જણાવો કે દેશભરમાં આવી કેટલી ફરિયાદો લઈ તેના પણ કેસ કરવામાં આવ્યા છે અને તેનું સ્ટેટ્સ શું છે. ત્રણ અઠવાડિયા બાદ ફરી આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. અકે કાયદાની વિદ્યાર્થી શ્રેયા સિંઘલ દ્વારા આઇટી કાયદા એક્ટ ૬૬ સામે અરજી કરી હતી. ત્યારબાદ ૨૪ માર્ચ ૨૦૧૪ના દિવસના દિવસે તેને રદ કરવામાં આવ્યો હતો.