સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રીને શુભકામનાઓનો વરસાદ
આજે 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે. પીએમ મોદીના સમર્થકોથી લઈને સોશિયલ મીડિયા પર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી રહ્યાં છે. જેથી સોશિયલ મીડિયા પર પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભકામનાઓનું ઘોડાપુર ઉમટ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સાત અલગ અલગ હેશટેગ પર ટ્વીટર ટ્રેન્ડ કરી રહ્યું છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર ઈન્ડિયાના ટોપ 10માંથી 7માં મોદીનો જન્મદિવસ ટ્રેન્ડિંગ કરી રહ્યો છે.
happybirthdaynarendramodi, (46 હજાર ટ્વીટ અત્યાર સુધીમાં) #HappyBirthdayPMModi, (45 હજાર ટ્વીટ અત્યાર સુધીમાં ) #HappyBirthdayPM (14 હજાર ટ્વીટ અત્યાર સુધીમાં) અને #NarendraModiBirthday (8 હજાર ટ્વીટ અત્યાર સુધીમાં) જેવા હેશટેગ સાથે પીએમ મોદીનો જન્મદિવસ ટ્રેન્ડિંગ કરી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીની ઉપલબ્ધિઓ સાથે તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપી રહ્યાં છે.
2014માં પ્રધાનમંત્રી તરીકે પ્રથમ વખત ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી દરેક વખતે અલગ અલગ રીતે પોતાનો જન્મદિવસ મનાવે છે. આ વર્ષે તેઓ પોતાનો 69મો જન્મદિવસ ગુજરાતમાં મનાવી રહ્યાં છે. પીએમ મોદી કેવડિયા કોલોની નર્મદા ખાતે પહોંચ્યા છે જ્યાં તેઓ સરદાર સરોવર ઐતિહાસિક સપાટીએ પહોંચતા નવા નીરના વધામણાં કરશે.