સોશિયલ મીડિયા પર સલામતી નથી, સાવચેત રહોઃ રૂબિના દિલૈક
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/rubina-1024x569.jpg)
રૂબિનાએ પાછલા કેટલાક સમયથી એક્ટિંગમાં બ્રેક લીધો છે
બિગ બોસ અને છોટી બહુના કારણે ટેલિવિઝન પર જાણીતી બનેલી રૂબિના દિલૈકનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું છે
મુંબઈ,
બિગ બોસ અને છોટી બહુના કારણે ટેલિવિઝન પર જાણીતી બનેલી રૂબિના દિલૈકનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું છે. એકાઉન્ટ હેક થવાના કારણે ચિંતામાં મૂકાયેલી રૂબિનાએ આ મામલે પ્રથમ વખત રીએક્શન આપ્યું છે. સોશિયલ મીડિયા પર સલામતી નહીં હોવાનું જણાવીને રૂબિનાએ દરેકને સાવચેત રહેવા હાકલ કરી હતી. રૂબિનાએ પાછલા કેટલાક સમયથી એક્ટિંગમાં બ્રેક લીધો છે અને મધરહૂડને એન્જોય કરી રહી છે. રૂબિનાએ તાજેતરમાં જોડિયા દીકરીને જન્મ આપ્યો છે.
તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના જીવન અંગે વાત કરતી રહે છે. તાજેતરમાં એક્ટ્રેસનું એક્સ એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ અંગે વાત કરતાં રૂબિનાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર સલામતીનો અનુભવ થતો નથી. મારું એકાઉન્ટ હેક થયં ત્યારે હું પ્રવાસમાં હતી. મને સતત મેસેજ આવી રહ્યા હતા, પરંતુ હું ધ્યાન આપી શકી ન હતી. એકાઉન્ટ હોવાની ખબર મને બાદમાં પડી હતી. મારા પહેલાં પણ અનેક લોકો સાથે આવું થયું છે. પોતાના જીવનનો કંટ્રોલ આપણે રાખવો જોઈએ કે બીજાને આપવો તેનો નિર્ણય આપણે કરવાનો છે.
જીવનના કયા હિસ્સાને સોશિયલ મીડિયા પર દર્શાવવો અને કેટલા કિસ્સા અંગત રાખવા તેનો નિર્ણય આપણા હાથમાં હોય છે. સોશિયલ મીડિયાના લાભ અને નુકસાન સમજવા માટે દરેકે પ્રયાસ કરવો જોઈએ. તેનો અમુક હદ સુધી ઉપયોગ થાય તે બરાબર છે, પરંતુ પર્સનલ લાઈફ પર સોશિયલ મીડિયાને હાવિ થવા દેવાય નહીં. સોશિયલ મીડિયા પર કોઈની સલામતી નથી ગમે ત્યારે એકાઉન્ટ હેક થઈ શકે છે. રૂબિનાએ પોતાના એકાઉન્ટનો કંટ્રોલ પાછો મેળવવા ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં ખાસ સફળતા મળી ન હતી. ss1