સોશીયલ મિડીયા ઉપર છોકરીઓના બિભત્સ ફોટા-વિડીયો મેળવનાર વિકૃત ઝડપાયો

પ્રતિકાત્મક
સગીરાના પિતાએ ફરીયાદ કરી હતી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર સાયબર ક્રાઈમે સોશીયલ મીડીયા ઉપર સગીરાનો સંપર્ક બનાવી તેને વાતોમાં ફોસલાવીને તેને બિભત્સ ફોટા તથા વિડીયો મેળવી લેનાર એક શખ્શની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં આ શખ્શે અન્ય ઘણી યુવતીઓ સાથે આવા કૃત્યો કર્યા હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે એક શહેરીજને સાયબર ક્રાઈમમાં પોતાની સગીર વયની દિકરીને વાતોમાં ફસાવીને અજાણ્યા શખ્શે સોશિયલ મિડીયા દ્વારા તેના વિડીયો તથા ફોટો મેળવ્યાની ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પીઆઈ આર.એમ. સરોદેને સોંપવામાં આવી હતી.
તેમણે ટેકિનકલ એનાલિસીસ કરતાં આરોપી શખ્સ આણંદ શહેરની આસપાસનો હોવાનું બહાર આવ્યંુ હતું જેથી તેમની ટીમોએ આણંદમાં જઈ તપાસ કરતાં શૈલેષ ઉર્ફે સાહીલ રમેશભાઈ લુખડા (હાથીજણ, અમદાવાદ) નામનો શખ્શ મળી આવ્ય્ હતો.
જેને પકડીને પુછપરછ કરતાં તેણે કહ્યું હતું કે ચાર મહીના પહેલા ઈન્સ્ટાગ્રામ પર સગીરાનું સજેશન આવતા તેણે રીકવેસ્ટ મોકલી હતી બાદમાં પોતાના વિશે ખોટી વાતો કરીને સોશીયલ મિડીયાના અલગ અલગ માધ્યમો દ્વારા તેના બિભત્સ ફોટા તથા વિડીયો મંગાવી લીધા હતા પુછપરછમાં શૈલેષે અન્ય ઘણી છોકરીઓને પણ પોતાની વાતોમાં બહેલાવીને આવા કૃત્યો કર્યાનું બહાર આવ્યું છે.
નોંધનીય છે કે ઈન્ટરનેટ યુગમાં ઘણાં લોકો સાથે આવી ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને શૈક્ષણીક ઉપયોગ માટે લીધેલા મોબાઈલનો વિદ્યાર્થીઓ સોશીયલ મિડીયા માટે ઉપયોગ કરતાં હોય છે જેમને માતા પિતાએ અજાણી વ્યક્તિથી દુર રહેવા તથા કોઈ ઘટના બને તો પોતાને જાણ કરવા જણાવવું જાેઈએ ઉપરાંત ૧૦૦ નંબર ઉપર ફોન કરી ર૪ કલાક કાર્યરત એન્ટી બુલીંગ યુનીટને પણ જાણ કરવી જાેઈએ.