Western Times News

Gujarati News

સોસાયટીના મેનેજર પાસે અધધ સંપત્તિ મળી આવી

ઈન્દોર, લોકાયુક્તની ટીમે ગુરુવારે સવારે આદિવાસી બહુમતી ધરાવતા ઝાબુઆ જિલ્લાના મેઘનગરના માલટોરી ગામમાં દરોડા પાડ્યા હતા.

લોકાયુક્ત પોલીસની સમગ્ર ટીમે આદિવાસી સમાજ દેવજીરીમાં તૈનાત મેનેજરના નિવાસસ્થાન માલટોરી સહિત રતલામ, ઝાબુઆ અને મેઘનગરમાં પણ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન, સોસાયટી મેનેજર પાસેથી વિશાળ પ્રમાણમાં મિલકત પ્રાપ્ત થઈ છે. સોસાયટીના મેનેજર ભારતસિંહ હાડા ૨૫ વર્ષની સેવા દરમિયાન તેમના પગાર કરતા અનેકગણી સંપત્તિના માલિક હોવાનું સામે આવ્યું છે.

સોસાયટીના મેનેજર ભારતસિંહ હાડા પાસે ઘણી સંપત્તિ છે. આનો અંદાજાે તે વાત પરતી લગાવી શકાય છે કે, તેના ઘરમાંથી ૨૨ લાખ ૭૬ હજાર રૂપિયા રોકડા મળ્યા છે. લોકાયુક્તની ટીમ તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે તેને આટલા પૈસા ક્યાંથી મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લોકાયુક્તને આદિવાસી સેવા સહકારી મંડળી મર્યાદિત દેવઝહારીના મેનેજર ભારતસિંહ હાડા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સંસ્થાની પ્રવૃત્તિઓની અનિયમિતતા અંગે માહિતી મળી રહી હતી.

આ દરમિયાન લોકાયુક્તની ટીમને સમગ્ર હકીકતની જાણ થતાં કોર્ટમાંથી વોરંટ લીધા બાદ સોસાયટી મેનેજરના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ૨૫ વર્ષની સેવા દરમિયાન હાડા પાસે પગાર કરતાં અનેક ગણી વધુ સંપત્તિ મળી આવી છે. ૧૯૯૭માં તે સોસાયટીમાં સેલ્સમેન તરીકે ભરતી થયો હતો. લોકાયુક્ત ટીમની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે હાલમાં તેનો પગાર ૩૫ હજાર રૂપિયાની નજીક છે. તેના ઘોસલિયા ગામના ઘરમાં બાથ ટબ, મોંઘુ ફર્નિચર, ઝુમ્મર, વૈભવી લાઇટિંગ અને વૈભવી બેડરૂમ મળી આવ્યા છે.

લોકાયુક્તના દરોડામાં મેનેજરની ઘણી મિલકતો બહાર આવી છે. તેની પાસે છ ઘર અને બે પ્લોટ છે. માલટોરી, મેઘનગર, ઝાબુઆ અને રતલામમાં આરોપી મેનેજરના મકાનો છે. લોકાયુક્તની ટીમે તેના ઘરે સવારે ૬ વાગ્યે દરોડા પાડ્યા હતા અને મોડીરાત સુધી કાર્યવાહી ચાલી હતી. તેની અપાર સંપત્તિ જાેઈને લોકાયુક્ત ટીમના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

સોસાયટી મેનેજરના ઘરેથી મોટા પાયે દાગીના પણ મળી આવ્યા છે. તપાસ દરમિયાન લોકાયુક્તની ટીમને તેની પાસેથી ૪૨ તોલા સોનું અને પાંચ કિલો ચાંદીના ઘરેણા મળ્યા છે. આ સાથે, ટીમે સ્કોર્પિયો કારને પણ કબજે કરી છે. લોકાયુક્તની અનેક ટીમો તેના સ્થાનોની તપાસ કરી રહી છે અને હવે તેની સામે ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ ભારતસિંહ હાડાનું ઘર જાેઈને લોકોની આંખો પહોંળી થઈ જતી હતી. ઓછા પગારવાળા મેનેજરનું આ વૈભવી ઘર જાેઈને લોકો રોકાઈ જતાં કારણ કે, ઘરમાં કાચની દિવાલો છે. તેમજ લાખો રૂપિયા ખર્ચીને ઈન્ટિરિયરનું કામ કરવામાં આવ્યું છે. આ સાથે ફર્નિચર પણ ખૂબ મોંઘુ છે. લોકાયુક્ત ટીમને પણ આ બધી વસ્તુઓ જાેઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો. તપાસ દરમિયાન ઈન્દોર લોકાયુક્તની ટીમે તેના ઘણા દસ્તાવેજાે જપ્ત કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.