સોસાયટીની પાણીની લાઈનના કનેકશનમાંથી સાપનો કણ નીકળ્યો!
સોસાયટીમાં ઝઘડિયા ગ્રામ પંચાયત દ્વારા પીવાનું પાણી પાઈપ લાઈન દ્વારા સપ્લાઈ કરવામાં આવે છે. |
ભરૂચ: ઝઘડિયા જીઈબી સબ સ્ટેશન સામે આવેલ રામકૃપા સોસાયટી ના એક ઘરના પીવાના પાણીના કનેકશન માંથી સાપનો કણ નીકળ્યો છે.કમલેશ વસાવા નામના ઈસમના ઘરના નળ કનેકશન માં સાપનો કણ નીકળ્યો છે.આ સોસાયટીમાં ઝઘડિયા ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીનો સપ્લાઈ આપવામાં આવે છે.
ઝઘડિયાની વાલિયા ચોકડી પાસે જીઈબી સામે આવેલ રામકૃપા સોસાયટીમાં રહેતા કમલેશ વસાવા ૨૦૦૫ થી અહીં રહે છે. તેમના ઘરે ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયત નું નળ કનેકશન છે.
આજ રોજ બપોરના ૧૨ વાગ્યાની આસપાસ પંચાયતના કનેકશનમાં પાણી ચાલતું હતું તે દરમ્યાન નળ માંથી પાણી સાથે સાપનો કણ નીકળતા કમલેશના પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા.ગભરાય ગયેલ મહિલાને સાપનો કણ જોતા જ ઉલ્ટીઓ થવા લાગી હતી.
કમલેશ વસાવાએ આ બાબતે ગ્રામ પંચાયતમાં ફોન કર્યો હતો અને સાપના કણ નીકળવાની ઘટના બાબતે વાકેફ કાર્ય હતા.સામાન્ય રીતે ચોમાસા દરમિયાન આવી ઘટનાઓ બનતી હોઈ છે પરંતુ હાલમાં સાપના કણ નીકળવાની ઘટના બનવાના કારણે પંચાયતની પાઈપ લાઈન માંથી ડાયરેક્ટ પાણી લેતા લોકો ગભરાઈ રહ્યા છે.ઘટનાના પગલે ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓ દ્વારા શું પગલાં લેવાઈ છે તે જોવાનું રહ્યુ.