સોસાયટીમાંથી લોકો બહાર નિકળે તો પ્રમુખ-સેક્રેટરી દંડાશે
સુરત, સુરત શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને રહેણાંક વિસ્તારમા કોરોના સંક્રમણને અટકાવવા માટે મ્યુનિ.તંત્ર મરણિયું બન્યું છે. બમરોલીની કેટલીક સોસાયટીમાં વધુ કેસ આવતાં મ્યુનિ. કમિશ્નર સહિતની ટીમ પહોંચી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ સોસાયટીમાં વધુ સંક્રમણ ન ફેલાઈ તે માટે બમરોલીની સોસાયટીમાં સંક્રમણ વધુ થતું અટાવવા માટે લોકોને ઘરની બહાર ન નિકળવા માટેની તાકીદ કરી છે. જાે સોસાયટીમાં લોકો બહાર નિકળે તો સોસાયટીના પ્રમુખ- સેક્રેટરીને દંડ કરવાનો ર્નિણય કરાયો છે. સુરત મ્યુનિ.ની ચુંટણી બાદ ફરીથી સુરત શહેરમાં કોરોનાનો રાફડો ફાટયો છે.
ચુંટણી દરમિયાન મ્યુનિ. તંત્ર અને રાજકારણીઓની બેદકારીના કારણે સુરત ફરી કોરોનાના સંક્રમણમાં ઘેરાઈ ગયું છે. સુરત મ્યુનિ.ના અઠવા અને રાંદેર ઝોનની સાથે સાથે ઉધના ઝોનમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે. ઉધનાના બમરોલી વિસ્તારમાં રામેશ્વર ગ્રીન સોસાયટીમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે.
આ સોસાયટીમાં સંક્રમણ વધે તેવી મ્યુનિ. તંત્રને ભીતી છે. બમરોલીની રામેશ્વર ગ્રીન સોસાયટીમાં સંક્રમણ ફેલાઈ તેવી શક્યતાના પગલે આજે મ્યુનિ.કમિશ્નર બન્છાનિધિ પાની તથા ટીમ પહોંચી હતી. મ્યુનિ. કમિશ્નરને સ્થિતિ પર તાગ મેળવ્યો હતો અને સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટેની જવાબદારી સોસાયટીના હોદ્દેદારોને સોંપી છે.