સોહેલ ખાનના લગ્નના 24 વર્ષ પછી પત્ની સીમા સાથે છૂટાછેડા
સલમાન ખાનનો સૌથી નાનો ભાઈ સોહેલ ખાન પણ ડિવોર્સ લેવાનો છે. આજે એટલે કે 13 મેના રોજ સોહેલ ખાન મુંબઈની ફેમિલી કોર્ટમાં જોવા મળ્યો હતો. સોહેલે 1998માં સીમા સચદેવ સાથે લગ્ન કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોહેલ તથા સીમા ખાન ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી માટે આવ્યા હતા. બંનેએ એકબીજા સાથે સહજતાથી વાત કરી હતી.
સોહેલ ખાન ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ના શૂટિંગ દરમિયાન સીમા સચદેવને મળ્યો હતો. સીમા દિલ્હીની છે. જોકે, ફેશન ડિઝાઇનરમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. સોહેલને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો.
બંનેએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. બંને જલ્દીથી લગ્ન કરવા માગતા હતા. જોકે, સીમાનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો. આથી જ બંનેએ ભાગીને અડધી રાત્રે નિકાહ માટે મૌલવીને ઉઠાડ્યા હતા અને પછી નિકાહ કર્યા હતા. નિકાહ બાદ આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. સીમા ખાન તથા સોહેલને બે દીકરાઓ છે, નિર્વાણ તથા યોહાન.