Western Times News

Gujarati News

સોહેલ ખાન અને સીમાએ પુત્રનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો

મુંબઈ, બોલિવુડ એક્ટર સોહેલ અને તેની પત્ની સીમા ખાને મુંબઈમાં દીકરા નિર્વાણનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. અતુલ અગ્નિહોત્રી અને અર્પિતા ખાન શર્માએ કેક કટિંગની તસવીરો શેર કરી છે. જેમાં અરબાઝ ખાન, તેનો દીકરો અરહાન, આહિલ અને આયત શર્મા જાેવા મળી રહ્યો છે. એક તસવીરમાં નિર્વાણ તેના ભાઈને કેક ખવડાવતો જાેવા મળી રહ્યો છે. સીના ખાને પણ બર્થ ડે પાર્ટીની તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે, હેપી બર્થ ડે માય લવ. સીમા ખાને જે તસવીરો શેર કરી છે, તેમાંથી એકમાં તે નિર્વાણ સાથે સેલ્ફી માટે પોઝ આપતા જાેવા મળી રહી છે જ્યારે બીજી તસવીરમાં ખાન પરિવાર એક ફ્રેમમાં છે. સલમાન ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ અંતિમ-ધ ફાઈનલ ટ્રુથનું શૂટિંગ કરી રહ્યો હોવાથી તે સેલિબ્રેશનમાં હાજર રહી શક્યો નહોતો. આયુષ શર્માએ ફિલ્મના સેટ પરથી સલમાન ખાનના ફર્સ્‌ટ લૂકનો વીડિયો શેર કર્યો હતો.

મહેશ માંજરેકરના ડિરેક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં સલમાન ખાન શીખ પોલીસના રોલમાં જાેવા મળશે જ્યારે આયુષ સામાન્ય ગ્રામજનમાંથી મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર બનેલા શખ્સનો રોલ કરશે. ‘અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ’ વર્ષ ૨૦૧૮માં આવેલી મરાઠી ક્રાઈમ ડ્રામા ‘મુલશી પેટર્ન’ની હિંદી રિમેક છે. જેમાં ગેંગસ્ટરના રોલમાં નિકિતિન ધીર પણ જાેવા મળશે. સીમા ખાનની વાત કરીએ તો, સોશિયલ મીડિયા પર તે ખાસ્સી એક્ટિવ જાેવા મળે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે અરબાઝની એક્સ-પત્ની મલાઈકા અરોરા અને તેના સાથેના સંબંધો વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તે મલાઈકાની નજીક છે અને ઘણીવાર સાથે યોગા સ્ટૂડિયો જાય છે.

સીમા ખાને કહ્યું હતું કે, ભલે મલાઈકા અરોરા અને અરબાઝ ખાન હવે સાથે નથી, પરંતુ પહેલાની જેમ જ તે હંમેશા ફેમિલી રહેશે. સીના ખાને જણાવ્યું હતું કે, મલાઈકા અરોરા મારા માટે ફેમિલી જેવા છે અને હંમેશા રહેશે. હું છેલ્લા ૨૦ વર્ષથી તેમને ઓળખું છું અને અમારા બાળકો એકબીજાને જાણે છે. મલાઈકા અરોરાએ મને કેટલીક પેરન્ટિંગ ટિપ્સ પણ આપી હતી. મેં મારા દીકરાઓના ઉછેર સમયે તેમની સલાહને ફોલો કરી હતી. મારું મલાઈકાની બહેન અમૃતા સાથેનું બોન્ડિંગ પણ સારું છે અને વર્ષોથી અમે સારી બહેનપણીઓ છીએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.