સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક ટિ્વટર ખરીદશે નહીં
ફ્રાન્સિસ્કો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક હવે ટિ્વટર નહીં ખરીદે. ઈલોન મસ્કે જાહેરાત કરી હતી કે કંપની નકલી એકાઉન્ટ્સની સંખ્યા વિશે પૂરતી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયા પછી તે ટિ્વટર ખરીદવા માટે પોતાની $44 બિલિયનની ઓફર છોડી રહ્યા છે. ટિ્વટરે તરત જ જવાબ આપ્યો કે તે ટેસ્લાના સીઈઓ પર ડીલ જેમની તેમ રાખવા માટે દાવો કરશે.
અબજાેપતિ ટેસ્લાના માલિક ઈલોનની ટીમ વતી ટિ્વટરને મોકલવામાં આવેલા પત્ર અનુસાર, ઈલોન મસ્ક ડીલમાં સામેલ કરવામાં આવેલા અનેક કરારના ભંગને ટાંકીને ટિ્વટર ખરીદવા માટેનો તેમની $44 બિલિયનની ડીલ સમાપ્ત કરી રહ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મસ્ક મર્જર ડીલને બંધ કરી રહ્યા છે કારણ કે ટિ્વટર ડીલની કેટલીક જાેગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
હકીકતમાં, એપ્રિલમાં મસ્કે ટિ્વટર સાથે ઇં૫૪.૨૦ પ્રતિ શેરના ભાવે લગભગ USD44 બિલિયનમાં કંપની ખરીદવા માટે ડીલ ફાઈનલ કરી હતી.
જાે કે, મસ્કે મે મહિનામાં તેમની ટીમને Twitterનિા એ દાવાની સત્યતાની સમીક્ષા કરવાની મંજૂરી આપવા માટે સોદો અટકાવ્યો હતો કે પ્લેટફોર્મ પરના ૫% કરતા ઓછા એકાઉન્ટ્સ બૉટ અથવા સ્પામ છે. ધ વર્જના અહેવાલ મુજબ, મસ્ક ટિ્વટર ખરીદવાના તેમના પ્રયાસમાં એકલા નહોતા, તેમાં લેરી એલિસન, વેન્ચર કેપિટલ ફર્મ એન્ડ્રીસેન હોરોવિટ્ઝ, ફિડેલિટી, ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનેન્સ અને કતાર સરકારની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જેવી કંપનીઓ પણ તેમાં અબજાેમાં રોકાણ કરવાની હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડીલ કેન્સલ થવાની નજીક છે. જેના માટે પ્લટફોર્મ પર સ્પામ અને બૉટ્સ વિશે ટિ્વટરનો ડેટા સાચો નથી તેવું કારણ આપવામાં આવ્યાનું માનવામાં આવે છે. પ્લેટફોર્મે દાવો કર્યો હતો કે તે દરરોજ ૧ મિલિયન સ્પામર્સને બ્લોક કરે છે.
ગયા મહિને મસ્કએ કહ્યું હતું કે જાે ટિ્વટર સ્પામ અને નકલી એકાઉન્ટ્સ અંગેના ડેટા આપવામાં નિષ્ફળ જશે તો તે પોતાના ઇં ૪૪ બિલિયનના એક્વિઝિશન સોદામાંથી બહાર નીકળી શકે છે.
અગાઉ, માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્વટરે ઈલોન મસ્ક દ્વારા ઇં૪૪ બિલિયનના સંપાદન વચ્ચે ૩૦ ટકા કર્મચારીઓની છટણી કરી છે. જાેકે, હવે સોદો અટકી ગયો છે. ટિ્વટરના પ્રવક્તાએ વધુ વિગતો અથવા અસરગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા જાહેર કર્યા વિના છટણીની પુષ્ટિ કરી.SS1MS