સૌથી મોટા વચનામૃતને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્સમાં સ્થાન
વડોદરા, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ૧૮મા પાટોત્સવ નિમિત્તે વિશાળ કદનું વચનામૃત દર્શનાર્થે મુકાયુ છે. જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડર્સમાં લેવામાં આવી છે. જેની આગામી દિવસમાં જાહેરાત કરવામાં આવશે. આ વિશાળ વચનામૃતને સૌરાષ્ટ્રમાં આવેલા કુંડળધામ ખાતે મુકવામાં આવશે. પાટોત્સવમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ રહી હતી.
વડોદરામાં કારેલીબાગ સ્વામીનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના ૧૮માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.
જેમાં વિશાળ કદનું વચનામૃત દર્શનાર્થે મુકવામાં આવ્યું છે. આ અંગે અલૌકિક સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામીનારાયણે આપેલ ઉપદેશના સાગર એવા વચનામૃતને ર૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે પૂ. જ્ઞાનજીવનદાસની આજ્ઞાથી તેને વિશાળ કદમાં બનાવવામાં આવ્યું છે. આગામી સપ્તાહમાં તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડર્સમાં સ્થાન અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.