Western Times News

Gujarati News

સૌથી વધુ રોકાણકારોને ભારત પર જ ભરોસો છે?

હકીકતે કોઈપણ દેશ એફડીઆઈ પ્રવાહ વિના આગળ વધી શકે તેમ નથી, તેથી જ વર્તમાન સરકાર એફડીઆઈને આકર્ષવા વિવિધ પગલાં લેતી રહી છે

(એજન્સી) નવીદિલ્હી, કોરોનાના કહેર વચ્ચેે એક સુખદ સમાચાર દબાઈ ગયા છે કે નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ દરમ્યાન દેશમાં ૮૧.૭ર અબજ ડોલર મૂડી રોકાણ (એફડીઆઈ) આવ્યુ છે. ગયા નાણાંકીય વર્ષની તુલનામાં તે ૧૦ ટકા વધુ રહ્યુ. આ સમયગાળામાં વિશ્વભરમાં ભારતથી વધુ એફડીઆઈનુૃ રોકાણ ક્યાંય નથી થયુ.

તમે આ બાબતને અમ પણ સમજી શકો છો. કોરોનાકાળની મહામારી છતાં વિશ્વભરના વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ભારતીય અર્થતંત્ર પર બનેલો રહ્યો છે. તેમને લાગ્યુ છે કે ભારતમાં રોકાણ કરીનેે તેમને વધુ વળતર મળી જશે. એ વાત પણ નક્કી જ છે કે સરકારે એફડીઆઈ મોરચે કરેલા નીતિગત સુધારા, રોકાણ કરવું સરળ બનતા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેવા મોરચે લેવામાં આવેલા પગલોને કારણે જ એફડીઆઈ પ્રવાહ વધ્યો છે. જાે આમ ન હોત તો રોકાણ મોરચે આટલો ઉછાળો સંભવ જ નથી.

એ જાણવું પણ જરૂરી છે કે સૌથી વધુ રોકાણ કયા દેશે કર્યુ? તમને જાણીને આશ્ચર્ય થશે કે સૌથી વધુ રોકાણ સિંગાપુર ટાપુ પરથી અને તે પછીના ક્રમે અમેરીકાથી વધુ છે. આ તે જ સિંગાપુર છે કે જેની સાથે અકારણ સંબંધ ખરાબ કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

તેમણે પોતાના એક ખુબ જ નિંદનીય નિવેદન થકી બંન્નેે દેશો વચ્ચેે તંગદિલી સર્જી દીધી હતી. કોઈ નક્કર પુરાવા વિના જ કેજરીવાલજી ભારત સરકારને કહી રહ્યા હતા કે સિંગાપુર થી કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો છે અને તે બાળકો માટે ખતરનાક છે. તેથી ત્યાંની હવાઈ સેવા બંધ કરી દેવી જાેઈએ. કોણ જાણે તેમને આવા વિચિત્ર સપના કઈ રીતે આવ્યા હશે?

અરવિંદ કેજરીવાલને સિવિલ એવિશયેશન નીતિ પર બોલવાનો અધિકાર જ નથી. તેઓ ભૂલી ગયાકે તેમના એક નિવેદનથી પરમમિત્ર દેશ એવા સિંગાપુરના ભારત સાથેના સંબંધો કથળી શકે છે. બની શકે છે તો તેમને કોઈ વ્યક્તિ જાણ કરે કે સિંગાપુરથી ભારતમાં કેટલું રોકાણ આવી રહ્યુ છે તેને કારણે દિલ્હીને પણ લાભ મળશે જ. ખેર, અહીં કેજરીવાલજીની વધુ ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી.

તે જાણવું પણ જરૂરી બની રહેશે કે એફડીઆઈ શુૃ હોય છે? જાણી લો કે કોઈ એક દેશની કંપની દ્વરા બીજા દેશમાં થયેલા રોકાણને જ એફડીઆઈ કહેવામાં આવે છે. તે પ્રકારના રોકાણથી રોકાણકારોને બીજા દેશની જે કંપનીમાં રોકાણ કર્યુ હોય તે કંપનીના પ્રબંધનમાં ભાગીદારી મળી જાય છે.

એફડીઆઈ બે પ્રકારે આવે છે. પ્રથમ તોે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં. એ પ્રકારના રોકાણને એ રીતે સમજી શકાય કે ભારતમાં જ્યારે કોઈક કંપનીની સ્થાપના ન થઈ હોય ત્યારે તે જ અવસ્થામાં કોઈ અન્ય દેશની કંપની તેમાં રોકાણ કરે છે ત્યારે તેને ગ્રીન ફિલ્ડ એફડીઆઈ કહેવામાં આવે છે. રોકાણનો બીજાે પ્રકાર એટલે કોઈક વિદેશી કંપની પહેલેથી જ ચાલી રહેલી કંપનીના કેટલાંક શેર ખરીદી લે છે. તેને પણ એફડીઆઈ કહેવામાં આવે છે. ભારતીય કંપનીઓે પણ વિદેશમાં રોકાણ કરતી રહે છે.

આ તથ્ય પર વિચારણા કરવામાં આવે તો ભારતમાં સૌથી વધુ એફડીઆઈ રોકાણ આઈટી સેક્ટરમાં આવ્યુ છે. આપણે ગર્વ કરી શકીએ છીએ કે કોરોનાકાળમાં પણ ભારતનુૃં આઈટી સેક્ટર સારો દેખાવ કરી રહ્યુ છે. વર્ષ ર૦રપ સુધીમાં તો આઈટી સેક્ટર થકી થતી મહેસુલી આવક વધીને ૩પ૦ અબજ ડોલર થવાની સંભાવનાઓ છે.

ભારતના જીડીપીમાં આઈટી સેકટરનું પ્રદાન લગભગ ૮ ટકા છેે અ આવક દરેક વર્ષે વધતી જાય છે. દેશમાં ૩ર હજારની આસપાસ નોંધાયેલી આઈટી કંપની છે. આઈટી સેક્ટર દેશ માટે સૌથી વધુ વિદેશી મુદ્રા પણ મેેળવી આપે છે. દેશની કુલ નિકાસમાં એ રપ ટકા ભાગ ધરાવે છે. એ બધા કારણોસર ભારતના આઈટી સેકટરને વિદેશી રોકાણકારો પસંદ કરે છે.

વર્તમાન કોરોના સંકટ દેશ માટે એક અવસર બનીને આવ્યુ છે. વિશ્વનું મેન્યુફેકચરીંગ હબ બની જવાની ભારત પાસે સોનેરી તક છે. ચીન ભણીની વીશ્વ્ની નફરતનો ઉપયોગ ભારત પોતાનેે માટે આર્થિક તક ઉભી કરવાના રૂપમાં કરી શકેે છે. હાલમાં નીતિ ઘડવૈયાઓએ મોટાપાયે વિદેશી રોકાણને આકર્ષવાના ઉપાય શોધવા પડશેુ.

રોકાણ સંબંધી નિયમોને સરળ અને લચીલા કરવા પડશે. આપણે ત્યાં પણ રોકાણ કરવાને ઈરાદે મૂડી લઈને આવે તે વિદેશી રોકાણકારોનું યોગ્ય સન્માન કરવું પડશે. તેમને તમામા મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે. હકીકતે કોઈપણ દેશ એફડીઆઈ પ્રવાહ વિના આગળ વધી શકે તેમ નથી. તેથી જ વર્તમાન સરકાર એફડીઆઈને આકર્ષવા માટે વિવિધ પગલાં લેતી રહી છે.

કેન્દ્ર સરકારની જેમ રાજય સરકારોએ પણ પોતાને ત્યાં વિદેશી રોકાણકારોને આકર્ષવા પડશે. કામ કરવાના બહેતર વિકલ્પ ઉપલબ્ધ હોય તો જ વિદેશી રોકાણ આવી શકે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તામિલનાડુ, હરિયાણા જેવા રાજયોને દરેક વર્ષે ખાનગી ક્ષેત્રમાં મોટુ રોકાણ મળી રહે છે. તેથી જ તેમનો વિકાસ થતો રહ્યો છે.

દેશના કયા રાજયમાં વેપાર ધંધા સરળતાથી થઈ શક્યા અને કયાં વેપાર ધંધામાં મુશ્કેલી પડી તે મુદ્દે કેન્દ્ર સરકાર દર વર્ષેે એક રેન્કીંગ જારી કરે છે. સરકારે તેનેે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેવ નામ આપ્યુ છે. એ રેંકીંગના ટોચના પાંચ રાજ્યોમાં ઉપર દર્શાવેલા રાજ્યો જ ચમકતા રહે છે. તેમાં બિહારનું નામ ૧પમાં ક્રમે સુધી ક્યાંય નથી હોતુ.

સ્થાનિક અને વશ્વિક રોકાણકારોને આકર્ષવા માટેે વેપારધંધા સંબંધી વાતાવરણમાં સુધારો લાવવા માટે રાજયો પ્રતિ પ્રતિસ્પર્ધા શરૂ કરવા આ રેન્કીંગ પ્રણાલી શરૂ કરવામાં આવી હતી. સીધી વાત કરીએ તો એફડીઆઈના મોટી રકમના અને સતત પ્રવાહ વિના ભારતની ચતુર્મુખી વિકાસ સંભવ નથી. ભારતે માત્ર આઈટી સેકટરને જ ભરોસે જ નથી રહેવાનું તેણે અન્ય તમામ ક્ષેત્રે પણ એફડીઆઈને આકર્ષવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.