સૌથી વધુ વિકેટની ઝૂલન ગોસ્વામીએ બરોબરી કરી
હેમિલ્ટન, આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની બીજી મેચમાં ભારતની અનુભવી બોલર ઝુલન ગોસ્વામીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઓસ્ટ્રેલિયન બોલર લીન ફુલસ્ટનની બરાબરી કરી લીધી છે. સેડાન પાર્ક હેમિલ્ટનમાં રમાઈ રહેલી મેચમાં ભારતને ૨૬૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો.
આ મેચમાં ઝુલન ગોસ્વામીએ ૯ ઓવર નાખી અને ૧ વિકેટ લીધી. આ વિકેટ સાથે તેણે વર્લ્ડ કપમાં ૩૯ વિકેટ લીધી છે. હવે તે વર્લ્ડકપ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં ફુલસ્ટોન સાથે ટોચ પર પહોંચી ગઈ છે. તેણે મેચની છેલ્લી ઓવરમાં કેટી માર્ટિનની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી હતી.
તેણે પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં પણ સારી બોલિંગ કરી હતી. તે મેચમાં તેણે ૨૬ રન આપીને ૨ વિકેટ લીધી હતી. ઝુલનનો આ ૫મો વર્લ્ડ કપ છે, જે બે દાયકા સુધી ભારતીય બોલિંગની આધાર હતી.
ઝુલન પાસે ૧૨ માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી મેચમાં ઈતિહાસ રચવાની તક હશે. આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે નિર્ધારિત ઓવરમાં ૯ વિકેટે ૨૬૦ રન બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડ તરફથી એમી સથાર્ટવેટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે ૭૫ રનની મહત્વની ઇનિંગ રમી છે. આ સિવાય એમિલી કારે ૫૦ રન બનાવ્યા છે.SSS