સૌરાષ્ટ્રથી મુંબઈ ટ્રેનમાં વધારાના કોચ લાગતાં બુકીંગ સરળતાથી મળશે
આઠ જાેડી ટ્રેનમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ જાેડવા નિર્ણય
રાજકોટ, મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આઠ જાેડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. જે પ્રમાણે ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ એકસપ્રેસમાં ઓખાથી ૪ એપ્રિલથી ૩ જુન સુધી અને મુંબઈ સેન્ટ્રલથી ૧ એપ્રિલથી ૩૧ મે સુધી એક વધારાનો થર્ડ એસી કોચ.
વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસમાં વેરાવળથી ૩ એપ્રિલથી ર મે સુધી અને બાંદ્રાથી ર એપ્રિલથી ૧ મે સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ, જયારે ઓખા-સોમનાથ એકસપ્રેસમાં ઓખાથી ર એપ્રિલથી ૧ જુન સુધી અને સોમનાથથી ૩ એપ્રિલથી ર જુન સુધી એક વધારાનો થર્ડ એસી કોચ,
ઓખા-વારાણસી એકસપ્રેસમાં ઓખાથી ૭ એપ્રિલથી ર૬ મે સુધી અને વારાણસીથી ૯ એપ્રિલથી ર૮ મે સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ, ઓખા-જયપુર એકસપ્રેસમાં ઓખાથી ૪ એપ્રિલથી ૩૦ મે સુધી અને જયપુરથી પ એપ્રિલથી ૩૧ મે સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ,
ઓખા-શાલીમાર એકસપ્રેસમાં ઓખાથી ૩ એપ્રિલથી ર૯ મે સુધી અને શાલીમારથી પ એપ્રિલ ૩૧ મે સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ, પોરબંદર- મુઝફફરપુર મોતિહારી એકસપ્રેસમાં પોરબંદરથી ૧ એપ્રિલથી ર૭ મે સુધી અને મુઝફફરપુરથી ૪ એપ્રિલથી ૩૦ મે સુધી એક વધારાના સેકંડ સ્લીપર કોચ તેમજ પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એકસપ્રેસમાં પોરબંદરથી ર એપ્રિલથી ૩૧ મે સુધી અને દિલ્હી સરાય રોહિલાથી ૪ એપ્રિલથી ર જુન સુધી એક વધારાનો કોચ સ્લીપર કોચ જાેડવામાં આવશે.