Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુની આત્મહત્યા

રાજકોટ, સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર અગ્રણી તેમજ ક્લબ યુવી સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકે ઓઝોન ગ્રુપ પર ૩૩ કરોડ રુપિયાની પ્રોપર્ટીના દસ્તાવેજ ના કરી આપતા તેમજ પોતાને યેન-કેન પ્રકારે હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ મૂકીને મોતને વ્હાલું કર્યું છે.

તેમણે જીવન ટૂંકાવતા પહેલા મીડિયાના નામે એક ચિઠ્ઠી પણ લખી હોવાનું બહાર આવ્યું છે, જેમાં તેમણે પરિવારને ન્યાય અપાવવાની પણ વાત કરી છે.

મહેન્દ્ર ફળદુ સરદાર ધામ સહિતની પાટીદારોની ઘણી સંસ્થાઓ સાથે જાેડાયેલા હતા. તેમના આપઘાતના સમાચાર આવતા જ પાટીદારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના મોતની માહિતી મળતા જ મોટી સંખ્યામાં કડવા પાટીદારો સિવિલ હોસ્પિટલ ઉમટી પડ્યા હતા. મહેન્દ્ર ફળદુએ પોતાની ઓફિસમાં જ જીવન ટૂંકાવ્યું હતું.

પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતા પહેલા લખેલા પત્રમાં અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ, અતુલ મહેતા તેમજ અમદાવાદના કેટલાક લોકો સામે પોતાને હેરાન કરતા હોવાના આક્ષેપ કર્યા છે. આ ઘટના બાદ હાલ પોલીસ પણ એક્શનમાં આવી છે.

તેમના પાર્થિવ દેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે તેમણે જે પત્ર લખ્યો હતો તેની પણ વિગતો મેળવી છે અને તેના આધારે તપાસ પણ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર સંસ્થાઓ સાથે જાેડાયેલા ફળદુ પોતે પણ વકીલ હતા તેમ છતાંય તેમને કેટલાક તત્વો હેરાન કરી રહ્યા હતા.

તેમણે લખેલા પત્ર અનુસાર, ટસ્કની-ઓઝોન ગ્રુપ તેમના આપઘાત માટે જવાબદાર છે, અને તેમને ૩૩ કરોડની પ્રોપર્ટીના દસ્તાવેજ નથી કરી આપતા. તેમણે એવું પણ લખ્યું છે કે તેમના ૭૦ કરોડના દસ્તાવેજ છે. પોતાને હેરાન કરી રહેલા તત્વો દ્વારા ફરિયાદો પણ કરવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે જાે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મહેન્દ્ર ફળદુને આપઘાત કરવા મજબૂર કરનારાઓમાં કોનો હાથ હતો તેની સમગ્ર વિગતો બહાર આવી શકે તેમ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.