સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો
જામનગર: દેશ સહિત ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના દર્દીઓના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતના બીજા નંબરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ જામનગર ઉપરાંત આસપાસના અનેક જિલ્લાઓમાંથી આવી રહ્યા છે. ત્યારે હવે જીજી હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલો પણ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાવા લાગી છે.
ગુજરાતમાં કોરોનાએ ગતિ પકડી છે. ત્યારે એપ્રિલના પ્રારંભે જ સૌરાષ્ટ્રમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાત રાજ્યની બીજા ક્રમની ગણાતી ગુરુુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. ૧૨૦૦ બેડની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં હાલ ૭૨૦ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૨૫૦થી ૩૦૦ જેટલા દર્દીઓ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓના છે. જામનગરમાં હાલ રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ ગંભીર હાલતમાં આવતા સ્થિતિ કફોડી બની છે.
સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી સહિતના અન્ય જિલ્લાઓમાં થઈ રહેેેેલા કોરોના વિસ્ફોટને લઈને જામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીઓનો રીતસરનો રાફડો ફાટયો છે. રાત્રિના એમ્બ્યુલન્સ નહીં મળતા ખાનગી વાહનોમાં પણ લોકો સારવાર માટે જામનગર આવી રહ્યા છે. જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓના પ્રવાહને લઈને હવે ખાટલો પણ ખૂટી પડ્યા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. હાલ જી.જી.હોસ્પિટલમાં વધુ એક ૨૩૨ બેેડોની ક્ષમતા ધરાવતી સી.વીંગમાં કોવિડ વિભાગ શરૂ કરવો પડ્યો છે. જેમાં ૧૦૦ જેટલા દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને દર્દીઓની સંખ્યા જાે વધતી જશે તો હોસ્પિટલના અન્ય વિભાગોને પણ ખાલી કરાવી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા ઉભી કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે.
હોસ્પિટલમાં આવતા નાની ઉંમરના દર્દીઓને ખૂબ જ ગંભીર રીતે કોરોના વળગ્યો છે જેને લઇને બાઇપેક અને ઓક્સિજન સિસ્ટમની વધુુુ જરૂરિયાત પડી રહી છે. હાલ રાજ્ય સરકાર પાસેથી બાઈપેક સિસ્ટમ માટે પણ માગણી કરી દેવામાં આવી છે. કોરોનાની બીજી ઇનિંગમાંં સૌથી વધુુ નાની ઉપરના દર્દીઓને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે અને ઓક્સિજન લેવલ પણ ઘટી રહ્યું છે જેને લઇને અગાઉ દિવસ દરમિયાન ચારથી પાંચ હજાર લિટર ઓક્સિજનનો જથ્થો જતો હતો તેને બદલે હવે પ્રતિદિવસ આજથી દસ હજાર લિટરનો ઓક્સિજનનો જથ્થો જરૂર પડી રહ્યો છે જેથી ખાસ રાતદિવસ ઓક્સિજનનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો છે. ખાસ ભરૂચથી ઓક્સિજન મોડી રાત્રે મંગાવવામાં આવી હતી અને જેથી પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજાે લગાવવામાંં આવે તો સ્થિતિ ખૂબ જ ખરાબ હોય તેે પ્રકારનુ ચિત્ર સામે આવી રહ્યું છે