સૌરાષ્ટ્રમાં ચૂંટણી પહેલા પાલિકામાં ૧૩ બેઠકો પર કેસરિયો લહેરાયો
રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મહાપાલિકા બાદ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓએ હવે પંચાયતો અને પાલિકાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.પરંતુ ચૂંટણી પહેલા જ કોંગ્રેસે જિલ્લા પંચાયતની ૧ તાલુકા પંચાયત ૧૩ અને પાલિકાની ૨૨ બેઠકો ગુમાવી દીધી છે. જેમા જૂનાગઢ જિલ્લા પંચાયતની બિલખા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠક ભાજપને મળી છે. તેમજ દ્વારકા જિલ્લાની બરડીયા જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસ અને આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠક પણ ભાજપને બિનહરીફ મળી છે.
સૌરાષ્ટ્રમા તા.૨૮મીએ પંચાયત, પાલિકાની ચૂંટણીઓ યોજાય તે પૂર્વે જ તડજાેડની રાજનીતિના કારણે ૪૧ બેઠકો બિનહરિફ થઈ ગઈ છે. જેમા ભાજપનો હાથ ઉપર રહ્યો છે. ઉના પાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપના કબ્જામા આવી ગઈ છે કારણ કે કોંગ્રેસના ૧૬ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા. હવે બાકીના ૧૨ કોંગી ઉમેદવારોને કેવુ જનસમર્થન મળે છે તે જાેવુ રહ્યું, બીજી તરફ વાંકાનેર પાલિકામા કુલ ૨૮ બેઠકોમાંથી કોંગ્રેસના ૧૭ ઉમેદવારો જ મેદાનમા છે.
તેમજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની સુલતાનપુર, જામકંડોરણા તાલુકાની બરડીયા, ચાવંડી અને જસાપર તાલુકા પંચાયતની બેઠક ભાજપને બિનહરીફ મળી છે. જૂનાગઢ તાલુકા પંચાયતની ભલગામ બેઠક, વાડાસડ અને ધંધુસર બેઠક તેમજ મોરબી જિલ્લાના ટંકારાના સાવડી બેઠક, જામનગર જિલ્લાના જામજાેધપુર તાલુકાની વાંસજાળીયા બેઠક ભાજપને બિનહરીફ મળી છે.દ્વારકા જિલ્લાની પોસીત્રા, ધ્રાસણવેલ, ટુપ્પણી અને મીઠાપુર-૨ બેઠક ભાજપને બિનહરીફ મળી છે. ઉના પાલિકાની ૨૧ બેઠક ચૂંટણી પહેલાજ ભાજપને બિનહરીફ મળી જતા ત્યાં કેસરીયો લહેરાયો છે.
તેમજ કેશોદ પાલિકાના વોર્ડ નં.૧ની એક બેઠક ભાજપને બિનહરીફ મળી છે.ઓખા પાલિકાની પેટાચૂંટણીમા વોર્ડ નં.૧માં ભાજપ બિનહરીફ થયુ છે.સલાયા પાલિકાની ૮ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ મેદાનમા જ નથી. ત્યાં કોંગ્રેસ અને આપ વચ્ચે જ મુકાબલો છે. રાજકોટ જિલ્લાની તાલુકા પંચાયતની ધોરાજીની ઝાંઝમેર બેઠક તેમજ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તાલુકા પંચાયતની સામોર બેઠક અને વેરાવળ પાલિકાની બે બેઠક કોંગ્રેસને બિનહરિફ મળી છે.