સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ : જામનગર અને દ્વારકામાં જનજીવન ખોરવાયુ
ગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતો ખૂશખુશાલ થઇ ગયા છે જાકે દ્વારકા અને જામનગરમાં સતત ભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયુ છે અને ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા છે. અને હજુ પણ આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાવમાં આવી છે. દ્વારકામાં વિજળી પડવાથી ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે.
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર માં મેઘ મહેર યથાવત રહી છે. રાજ્યના ૬૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ જેમાં ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઈંચ વરસાદ, કલ્યાણપુરમાં ૧૧ ઈંચ, દ્વારકામાં ૯ ઈંચ, ભાણવડમાં ૮ ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૮મી જુલાઈ-૨૦૨૦ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં ૧૮૩ મી.મી., મુંદ્રામાં ૧૮૧ મી.મી. તથા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ૧૭૯ મી.મી. એટલે કે ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત કુતિયાણામાં ૧૬૮ મી.મી., નખત્રાણામાં ૧૫૪ મી.મી., માણાવદરમાં ૧૩૯ મી.મી., લાલપુરમાં ૧૨૦ મી.મી., પોરબંદરમાં ૧૧૫ મી.મી. તથા વંથલીમાં ૯૯ મી.મી. મળી કુલ ૬ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાણાવાવમાં ૯૫ મી.મી., ઉપલેટામાં ૮૮ મી.મી., જામનગરમાં ૮૪ મી.મી., અબડાસામાં ૭૬, કાલાવાડમાં ૭૪ મી.મી., મેંદરડામાં ૬૬ મી.મી., લખપતમાં ૬૦ મી.મી. તથા ધોરાજીમાં ૫૦ મળી કુલ ૮ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ૧૫ તાલુકાઓમાં એક ઈચથી વધુ અને અન્ય ૨૬ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
દ્વારકા જિલ્લામાં આવેલ સાની ડેમ ઓવરફ્લો થતા એની આસપાસનાં ૧૦થી ૧૨ ગામોમાં પાણી ભરાયા છે. જેના કારણે નીચાણવાળા અનેક ગામોમાં પાણીમાં ગરકાવ થયા છે. ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકો પોતાની છત પર રહેવા મજબૂર બન્યા છે. રાજ્યમાં અત્યાર સુધીની સિઝનમાં સરેરાશ મોસમનો ૨૫.૬૦% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ત્યારે દ્વારકા જિલ્લામાં પણ બે દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં આવેલો સાની ડેમ ઓવરફ્લો થતા એની આસપાસનાં ૧૦થી ૧૨ ગામોમાં પાણી ભરાયા છે. જેના કારણે નીચાણવાળા અનેક ગામોમાં પાણીમાં ગરકાવ થયા છે. ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકો પોતાની છત પર રહેવા મજબૂર બન્યા છે.
દ્વારકામાં સતત ૪ દિવસથી સ્થિતિ બેહાલ થવાના કારણે મુખ્ય બજારો સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુખ્ય માર્ગોની દુકાનોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે જિલ્લાનાં જામરાવલ ગામમાં પરિસ્થિતિ ઘણી જ ગંભીર બની છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણી ઘૂસ્યા છે. જાણે ગામ બેટમાં ફેરવાયું હોય તેવ દેખાઇ રહ્યું છે. ગામની પોલીસ ચોકી, એચ જી. એલ હાઇસ્કૂલ તથા મોચી બજાર પણ પાણીમાં ગરકાવ થયા છે.
આજે સતત ચોથા દિવસે રાજ્યમાં વરસાદ મેઘમહેર જારી છે અને રાજ્યના ૪૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા દરમિયાન જૂનાગઢના માળીયામાં સૌથી વધુ એક ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છના લખપતમાં ૧૨ મિમિ, જૂનાગઢ શહેર અને તાલુકામાં ૧૦ મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ ૧૦ મિમિ વરસાદ નોઁધાયો છે. આ ઉપરાંત ગીર સોમનાથના ગીર ગઢડામાં ૯ મિમિ, જૂનાગઢના મેંદરડામાં ૬ તેમજ ખાંભા, વિસાવદર અને જલાલપોરમાં ૫-૫ મિમિ વરસાદ નોઁધાયો છે.
ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પર મેઘરાજા ઓળઘોળ થયા હતા. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં ૧૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કલ્યાણપુરમાં ૧૧ ઈંચ, દ્વારકામાં ૯ ઈંચ, ભાણવડમાં ૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં પણ મેઘમહેર રહી હતી. કચ્છના માંડવી અને મુન્દ્રામાં ૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગરના જામજોધપુર અને પોરબંદરના કુતિયાણામાં પણ ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો. નખત્રાણા અને માણાવદરમાં ૬ ઈંચ તેમજ જામનગરના લાલપુર અને પોરબંદરમાં ૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.
દ્વારકા પંથકમાં સતત ત્રણ દિવસથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદથી લોકોમાં વીજળી પડવાનો ભારે ભય સતાવી રહ્યો છે.જિલ્લામાં અત્યાર સુધછમાં વીજળી પડવાથી ચાર માનવ અને ૨૦ જેટલા પશુઓના મોત પણ નિપજ્યા છે.ત્યારે બેટદ્વારકામાં બોટમાંથી પાણી કાઢી રહેલા ત્રણ યુવકો પર અવકાશી વીજળી ત્રાટકતા ઇજાગ્રસ્ત થતા તાત્કાલીક ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતાં. દ્વારકા જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.
કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદથી લોકો ભયભીત જોવા મળી રહ્યા છે. દ્વારકાના બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં માછીમાર ત્રણ યુવકો બોટમાં ભરાયેલ પાણી બહાર કાઢી રહ્યા હતાં.જે સમયે અચાનક જ અવકાશી વીજળી પડતા અજીજ ચમડીયા (ઉ.વ.૨૦) અને જુસુફ આરીફભાઇ (ઉ.વ.૩૦) તથા ઇજાજ જુનુજભાઇ (ઉ.વ.૨૨) પર અચાનક વિજળી પડતા ત્રણેય યુવકો ધાયલ થયા હતા વીજળી ત્રાટકતા ઇજાગ્રસ્ત થયેલ ત્રણેય યુવકોને તાત્કાલીક સારવાર આપવા માટે ૧૦૮ દ્વારા દ્વારકા સિવિલ હોÂસ્પટલ ખસેડવામાં આવ્યા હતાં.