Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં પવન સાથે વરસાદ વરસ્યો

રાજકોટ, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ૫ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જાેવા મળ્યો છે. રાજકોટ, અમરેલી અને ડાંગમાં વરસાદ પડ્યો છે.રાજકોટના ગોંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.વાસાવડ ગામે એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાછે.

ખેતરોમાં પણ વરસાદ થતાં આસા પાણી થયા છે. ગોંડલ વાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી છે. વાતાવરણ પહેલા વરસાદ બાદ ખુશનુમા થઈ ગયું છે.અમરેલી ના ધારી તાલુકા ના ચલાલા અને બાબરા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ માં પલ્ટો ભારે પવન સાથે વરસાદી માહોલ જાેવા મળ્યછો, સવાર થી ભારે ઉકળાટ ભરેલા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદનુ આગમન થયું છે.

સમય સર પહેલો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છે તો કેરી પકવાતા ખેડૂતોને માથે ચિંતાના વાદળ છવાયા છે.જાે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ મેઘ સવારી જાેવા મળી છે. હવામાન વિભાગની આગાહીની તારીખ મુજબ ૧૦ તારીખે ડાંગ જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થયું છે.

વરસાદી વાતાવરણ સમગ્ર ડાંગ જિલ્લામાં જાેવા મળી રહ્યું છે.સાપુતારા તળેટી ના ગામો ચોચપાડા , ગલકુંડ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો છે.રાજયમાં આજથી ૫ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઇ છે.

આવતીકાલે એટલે કે શનિવારે પણ રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.જેમાં અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ,ભાવનગર, અમરેલીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.રવિવારે પણ રાજ્યમાં વરસાદી મહોલ રહેવાની શક્યતા છે.રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે.. સોમવારે પણ અમદાવાદ સહિત રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.