સૌરાષ્ટ્ર-કચ્છમાં કમૌસમી વરસાદ
રાજકોટ, રાજ્યના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હતી ત્યારે રાજકોટ જિલ્લામાં બપોર બાદ કમૌસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના મોટી મેંગણી તેમજ રાજકોટ-જામનગર જિલ્લાના ઘણાં ગામડામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. આ વરસાદના લીધે ત્યાંના ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વરસાદના કારણે રવિ પાકને નુંકસાનની ભીતિ સેવાય રહી છે.
આ સિવાય દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે કમૌસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સલાયા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ પડતા ઘંઉ, જીરૂ, લસણ, ડુંગળી અને ચણા સહિતના પાકને વ્યાપક નુકસાનની થવાની ભીતિ છે. ગોંડલના પીપળિયા, ભરૂડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જસદણના આટકોટમાં આજે સવારે ઝાકળ અને સાંજે વરસાદ પડ્યો હતો.
પરંતુ શિયાળુ પાકની આશા રાખીને બેઠા ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે.