સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ૮મીથી વરસાદની આગાહી
અમદાવાદ, રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી ૮ મી જૂનથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે હજુ પણ આગામી બે દિવસ સુધી તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી જાેવા મળી શકે છે.
જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો જાેવા મળી શકે છે.હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલુ જ નહિ પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જાેવા મળી શકે છે.
આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગએ આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં ૧૦૩ ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલાં દેશમાં ૯૯% વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
જૂનમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયામા, ઉત્તરી રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂર્વ મધ્યપ્રદેશ, પશ્ચિમ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને આંતરિક કર્ણાટકમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. પંજાબમાં આ વર્ષે માર્ચથી લઈને ૨૨ મે સુધી વાતાવરણ શુષ્ક રહ્યું છે.SS3KP