સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ૩૩ લોકો કોરોના સંક્રમિત
(પ્રતિનિધિ) અમદાવાદ,કોરોનાનો કહેર યથાવત જાેવા મળી રહયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના લગભગ ૩૩ જેટલા લોકોને કોરોના થતા ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં ડેપ્યુટી રજીસ્ટ્રારને વધુ સારવાર અર્થે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં લાવવમાં આવ્યા છે જયારે એકસિડિકેટ સભ્ય કોરોના સંક્રમિત થયા છે એક સાથે ૩૩ જેટલા કર્મચારીઓ તથા તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના થયો છે. ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે. જાેષીને અમદાવાદ ખાતે સારવાર માટે લવાયા છે.
સૌરાષ્ટ્રના રાજકોટમાં કોરોનાના કેસો વધતા થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. અને કોરોના ટસ્ટીંગ વધારવા અધિકારીઓને સૂચના આપી હતી. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ સહિત ટોચના અધિકારીઓ સંક્રમિત થયા છે રજીસ્ટ્રાર જતીન સોની તથા સિન્ડિકેટ સભ્ય ભાવિન કોઠારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અચાનક કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.