Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર સાર્વત્રિક વરસાદ : નદીઓમાં નવા નીર આવ્યા

અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં  મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદની તોફાની બેટીંગ રાજ્યના સૌરાષ્ટ્રમાં  છે. સવારે ૬.૦૦ વાગ્યાથી રાજ્યનાં સૌરાષ્ટ્રમાં  ૩૫ અને દક્ષિણ  ગુજરાતના ૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સવારે ૬.૦૦થી ૮.૦૦માં ૪૦ એમ.એમ. વરસાદ નોંધાયો છે.

રાજ્યના આંકડા મુજબ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૪૦ એમ.એમ. અમરેલીના ધારીમાં ૩૯ એમ.એમ. ખાંભામાં ૩૭ એમ.એમ., જૂનાગઢના મેદરડામાં ૧૮ એમ.એમ. ભાવનગરના મહુવામાં ૧૫ એમ.એમ. જાફરાબાદમાં ૧૩ એમ.એમ. બોટાદના રાણપુરમાં ૧૩ એમ.એમ. જૂનાગઢના માંગરોળમાં ૧૦ એમ.એમ. બોટાદ શહેરમાં ૯ એમ.એમ, ગીરગઢડામાં ૯ એમ.એમ, વરસાદ નોંધાયા છએ. તો ૨૬ તાલુકામાં ૧થી૮ એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો છે.

આ વરસાદમાં સુરતના કામરજે, નવસારી શહેર અને સુરતના ઓલપાડ, નવસારીના જલાલપોર, અને વલસાડ શહેરમાં પણ વરસાદ નોંધાયો છે. આ પાંચ તાલુકાને બાદ કરતા બાકીના ૩૨ તાલુકા સૌરાષ્ટ્રના છે. આમ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી રહ્યા છે.૨૪ કલાકમાં જૂનાગઢના માળીયામાં ૫ ઇંચદરમિયાન રાજ્યમાં સવારે ૬.૦૦ વાગ્યા સુધીના નોંધાયેલા ડેટા મુજબ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢા માળિયામાં નોંધાયો છે. માળિયામાં ૨૪ કલાકમાં ૧૨૧ એમએમ વરસાદ નોંધાયો છે જ્યારે કલ્યાણપુરમાં ૪.૧ ઇંચ વરસાદ નોંધાયો છે.

તો ગીરસોમનાથના તાલાલામાં ૭૧ એમ.એમ. વરસાદ નોંધાયો છે. રાજકોટના જામકંડોરણામાં ૬૮ એમ.એમ. ગીરસોમનાથના કોડિનારમાં ૬૬ એમ.એમ. વલસાડમાં ૬૪ એમ.એમ. અને વેરવાલમાં ૬૩ એમ.એમ વરસાદ નોંધાયો છે. સવારે ૬.૦૦ વાગ્યા સુધી ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૯૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે.રાજ્યમાં વિધિવત ચોમાસાની શરુઆત થયા બાદ લોકો સર્વાત્રીક વરસાદની રાહ જોઈએ રહ્યા છે ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટ ડાક્ટર જ્યંત સરકારે જણાવ્યું હતું કેએક સાઇકલોનીક સર્ક્યુલેશનન સક્રિય થઈ રહ્યું છે.જેના કારણે૪ જુલાઈથી ૭ જુલાઈ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થશે.અને અનુમાન છે કે સર્વાત્રીક વરસાદ થશે.આ વરસાદ ખેતીના પાક માટે ફાયદો કરાવશે.તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.કારણે કે દરિયામાં પવન અને લહેરોની ગતિ તેજ રહશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.