Western Times News

Gujarati News

સ્કીમમાં આપેલી ફ્રી વસ્તુઓ પર વેપારીઓને GST -ITC નહિ મળે

એડવાન્સ રુલિંગ ઓથોરીટીએ કરેલી સ્પષ્ટતા-સામાન્ય રીતે આઈસ્કીમના વેચાણ સાથે કોઈ વસ્તુ  ફ્રીમાં આપવામાં આવે છે.

અમદાવાદ, તહેવારોમાં વેપારીઓ વેચાણ વધારવા નવી નવી સ્કીમ લાવતા હોય છે. ગ્રાહકોને આકર્ષવા એક ઉપર એક ફ્રીની સ્કીમ પ્રચલીત છે એક સાથે એક ફ્રીની વસ્તુઓ પર વેપારીઓને જીએસટીની આઈટીસી નહી મળે.

એડવાન્સ રુલીંગ ઓથોરીટીએ તાજેતરમાં આ બાબતે ખુલ્લાસો કરતા જણાવ્યું કે, વેપારી જાે ફ્રીમાં કોઈ વસ્તુ આપે તો તેના પર ઈનપુટ ટેક્ષ ક્રેડીટના લઈ શકે. આ ચુકાદાના કારણે ગ્રાહકોને એક સાથે એક ફ્રીમાં મળતી વસ્તુઓ હવે નહીં મળે.

જાે કોઈ કરદાતા વેપારી દિવાળીમાં વેચાણ કરતી વખતે સાથે કોઈ વસ્તુ ફ્રીમાં આપે તો તેની ક્રેડીટ મળે કે નહી તેવી સ્પષ્ટતા એડવાન્સ રુલીગ ઓથોરીટી પાસે માંગી હતી. કરદાતા દ્વારા એડવાન્સ રૂલીંગ ઓથોરીટીમાં ગીફટ તરીકે આપવામાં આવેલી વસ્તુઓ ઉપર ક્રેડીટ મળે કે નહીં તેવી સ્પષ્ટતા માંગી હતી.

જે અંગે એડવાન્સ રૂલીગ ઓથોરીટી દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જયારે કોઈ વસ્તુની સાથે ફ્રીમાં ગીફટ આપવામાં આવે ત્યારે તેને કરમુકત માનવામાં આવે છે. જેથી તેના પર લીધેલી આઈટીસી પરત કરવાની રહેશે.

આમ એડવાન્સ રૂલીંગ ઓથોરીટીએ સ્પષ્ટતા કરતા તમામ બજારોમાં વેપારીઓમાં દ્વારા ચલાવતી જુદી જુદી પ્રમોશનલ સ્કીમો માટે કરવામાં આવતા ખર્ચની ક્રેડીટ નહી મળતા વેપારીઓને વેચાણમાં મોટો ફટકો પડશે. વેચાણ માટે નવી સ્કીમ શોધવી પડશે. સામાન્ય રીતે આઈસ્કીમ વેચાણ સાથે કોઈ વસ્તુ ફ્રીમાં આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.