સ્કુલવાન તથા રીક્ષાઓમાં જતાં આવતા બાળકો કેટલા સલામત ?
ટ્રાફિક પોલીસ તથા આર.ટી.ઓના અધિકારીઓના મેળાપણાથી
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શાળાઓમાં અભ્યાસ કરવા માટે જતાં બાળકો, મોટેભાગે સ્કુલબસો કે સ્કુલરીક્ષામાં જતા-આવતા હોય છે. ત્યારે પ્રશ્ન ઉઠે છે કે શાળાએ જતા આ બાળકો સલામત છે. ટ્રાફીક નિયમ મુજબ રીક્ષા કે સ્કુલવાનમાં અમુક નકકી કરેલ સંખ્યાથી વધારે બાળકોલઈ જવાતા નથી. પરંતુ આર.ટી.ઓ તથા ટ્રાફીક પોલીસ તંત્રની મહેરબાની શાળામાં બાળકોને લઈ જતી રીક્ષાઓ તથા સ્કુલવાનમાં મર્યાદીત સંખ્યા કરતા વધારે બાળકો લઈ જતા જાવા મળે છે. રીક્ષાઓમાં તો બાળકોને એવી રીતે લઈ જતા હોય ે કે જા એકાએક બ્રેક મારવામાં આવે તો બાળકો રીક્ષામાંથી પડી જાય તથા ગંભીર ઈજાઓનો ભોગ પણ બની શકે છે.
શહેરમાં બાળકોનેલઈ જતી સ્કુલ વાનની સંખ્યા ૬૦૦૦થી વધુ છે. પરંતુ માત્ર ૧૬૦૦ જેટલી જ સ્કુલવાનો આર.ટી.ઓમાં રજીસ્ટર્ડ થઈ છે. તો પ્રશ્ન થાયછે કે બાકીની ૪૦૦૦ જેટલી સ્કુલવાનો કેમ રજીસ્ટર્ડ વગર શહેરમાં ટ્રાફીકપોલીસ તથા આર.ટી.ઓ.ની નજર સમક્ષ ચાલી રહી છે ? બાળકોની સલામતીની રાજય સરકાર ગંભીરતાથી કેમ લેતી નહીં હોય ?
ટ્રાફીક પોલીસ તંત્ર તથા આર.ટી.ઓના અધિકારીઓ આ માટે જેટલા જવાબદાર છે. તેટલા જ જવાબદાર શાળાઓમાં મોકલતા તેમના બાળકોને રીક્ષા તથા સ્કુલવાનમાં મોલકતા બાળકોની સલામતી માટે જવાબદાર છે.
સ્કુલવાનોમાંથી લગભગ૭૦ ટકા વાનો જા આર.ટી.ઓમાં રજીસ્ટર્ડ થઈ નથી ગેરકાનુની રીતે ચલાવતી હોય છે. તેમની પાસે આર.ટી.ઓની પરમીટ પણ ન હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત સી.એન.જીથી ચાલતી સ્કુલવાનો પણ સલામત નથી. રોડ સેફટી કન્સલટન્ટ અમીત ખત્રીના જણાવયા મુજબ કંપની દ્વારા જે સી.એન.જી. કીટ ફીટ કરવામાં આવતી હોય છે. તેની કીંમત વધારે હોય છે, પરંતુ તેમાં સલામતી સચવાતી હોય છે. આ સી.એન.જી. કીટની રૂ.૭૦,૦૦૦ચાર્જ કરતા હોય છે. ત્યારે અનસ્કીલ્ડલોકો પાસે સી.એન.જી. કીટ ના રૂ.૩૦,૦૦૦ આપવા પડતા હોય છે,
આમ રૂ.૪૦,૦૦૦ નો કીંમતમાં ફેલ હોવાનો કારણો રીક્ષાચાલકો તથા વાહનચાલકો સસ્તાદરે કીટ ફીટ કરાવતા હોય છે. જેમા સલામતી માટે જરૂર પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ગયા વર્ષે સુરતમાં બાળકોને લઈ જતી સ્કુલવાનમાં આગ લાગી હતી જેમાં ૮ બાળકો દાઝયા હતા. રોડ સેફટી કન્સલટન્ટ અમિત ખત્રી જણાવે છે કે દરેક સી.એન.જીથી ચાલતા વાહનોમાં હાઈડ્રો મુકવામાં આવેલ સી.એન.જી. બોટલ્સનું હાઈડ્રોટેસ્ટીગ થવું જરૂરી છે.
આર.ટી.ઓના એસ.પી.મુનિયા જણાય છે કે વાલીઓને તેમના બાળકોને સ્કુલવાનમાં મોકલતા પહેલા ચોકસાઈ કરવી જાઈએ કે વાન આર.ટી.ઓમાં રજીસ્ટર્ડ થઈ છે ? આર.ટી.ઓની પરમીટ ધરાવે છે. અને વાલીઓ આ માટે જેતે શાળાના આચાર્યો કે સંચાલકોને પુછી વિગતો મેળવવી જરૂરી છે.
આ ઉપરાંત વાન ચલાવનાર ડ્રાઈવર લાયસન્સ ધરાવે છે. વાહનનો વીમો ઉતરાવ્યો છે ? સી.એન.જી. હાઈડ્રોટેસ્ટીગ સર્ટીફીકેટ ધરાવે છે ? બાળકોની સંખ્યા આર.ટી.ઓ તરફથી મર્યાદીત કરેલ સંખ્યા જેટલા જ બાળકોને રીક્ષા કે સ્કુલવાનમાં તેમના બાળકોને મોકલતા પહેલા ચકાસણી કરવી બાળકોની સલામતી માટે જરૂરી બને છે. આર.ટી.ઓ તથા ટ્રાફીક પોલીસતંત્ર થતી ડ્રાઈવ નામ પુરતી જ હોવાનું લોકો ચર્ચાી રહયા છે.