Western Times News

Gujarati News

સ્કુલો શરૂ થઈ હોવાથી કોર્ટ ફરી શરૂ કરવા માગ

Files Photo

હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી માટે વકીલોએ ધરણાં કર્યા

અમદાવાદ, કોરોના મહામારીના કારણે છેલ્લા ૧૧ મહીનાથી હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ હોવાથી વકીલો અને તેમના સ્ટાફને આર્થિક બોજાે પડી રહયો છે. આથી હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે હાઈકોર્ટ બાર એસોસીએશને શુક્રવારે પ્રતીક ધરણાં કર્યા હતાં.

હાઈકોર્ટ બાર એસોસીએશનના સેક્રેટરી હાદિર્ક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે છેલ્લા ૧૧ મહીનાથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ છે. જેના કારણે એડવોકેટ અને તેમના સ્ટાફને આથિક બોજાે પડી રહયો છે. અગાઉ બાર એસોસીએશને પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા ચીફ જસ્ટીસને અરજી કરી હતી. તે સંદર્ભે હાઈકોર્ટે બાર એસોસીશેનના પ્રમુખને પત્ર લખીને જાણ કરેલી કે, એક કમીટી બનાવવામાં આવી છે.

રાજયની શાળા, કોલેજ શરૂ કરવામાં આવી છે.ક્રિકેટમાં પણ છુટછાટ આપવામાં આવી છે. આથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવામાં આવે તો હાઈકોર્ટની માર્ગદશિર્કાનું પાલન કરવામાં આવશે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનની અસરને કારણે તાપમાન વધવાં છતાં અમદાવાદ સહીત રાજયમાં વહેલી સવારે ઠંડક અને બપોર પછી ગરમીનો અનુભવ થાય છે. આગામી અઠવાડીયા સુધી રાજયમાં ડબલ સીઝન રહેવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

આગામી અઠવાડીયા સુધી અમદાવાદમાં લઘુતમ તાપમાન ર૦ ડીગ્રીની નીચે રહેવાની શકયતા છે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧ પ ડિગ્રી વધીને ૩૩.ર૦ ડીગ્રી અને લઘુત્તમ ૧૭.૩ ડીગ્રી નોધાયું હતું. અમદાવાદ સહીત મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ-લઘુતમ તાપમાન વધ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.