સ્કૂટર શીખવાડવાના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
અમદાવાદ, પતિથી અલગ રહેતી મહિલાએ એક વ્યક્તિ સાથે મિત્રતા કરી પણ આ પાપીનું પાપ મહિલાની દીકરીને ભોગવવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. પતિ સાથે બનતું ન હોવાથી એક મહિલાએ અન્ય એક વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી.
મિત્રતા કર્યા બાદ આ વ્યક્તિની અવર જવર આ મહિલાના ઘરે થતી હતી. બાદમાં સંબંધો કેળવીને આ મહિલાના મિત્રએ તેની જ ૧૪ વર્ષની દીકરીને એક્ટિવા શીખવાડવાના બહાને લઈ ગયો હતો.
બાદમાં મકરબા ખાતે એક મકાનમાં લઈ જઈ ત્યાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર હકીકતની જાણ સગીરાએ તેની માતા ને કરતા સરખેજમાં ફરીયાદ નોંધાવતા હવે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
મૂળ બિહારની અને હાલ નારોલમાં રહેતી ૩૬ વર્ષીય મહિલા એક ૧૪ વર્ષની પુત્રી અને એક પુત્ર સાથે રહે છે. તે આ વિસ્તારમાં જ સિલાઈને લગતું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાએ તેના પતિ સામે ઘીકાંટા કોર્ટમાં કેસ કર્યો હોવાથી તેનો પતિ સુરત ખાતે પાંચ વર્ષથી અલગ રહે છે.
મહિલાને ઘોડાસરમાં આવેલી પુષ્પક સોસાયટીમાં રહેતા કેતન નટવરલાલ પટેલ સાથે ત્રણેક વર્ષથી મિત્રતા થઈ હતી. જેથી આ કેતન મહિલાના ઘરમાં અવર જવર કરતો હતો. ગત રવિવારના રોજ આ કેતન મહિલાના ઘરે એક્ટિવા લઈને આવ્યો હતો. બાદમાં મહિલાની ૧૪ વર્ષીય દીકરીને એક્ટિવા શીખવાડવા લઈ જવાનું કહી તે નીકળ્યો હતો.
એક્ટિવા લઈને આ કેતન સગીરા સાથે નીકળ્યો અને બાદમાં સાંજે સાતેક વાગ્યે આવીને સગીરાને પરત મૂકી ગયો હતી. કેતન મહિલાના ઘરેથી નીકળી ગયો બાદમાં સગીરા તેની માતા સમક્ષ રડવા લાગી હતી. જેથી તેની માતાએ પૂછતાં તેણે કહ્યું કે, કેતન અંકલ એક્ટિવા શીખવાડવા માટે ફ્લેટ પાસે લઈ ગયા અને ત્રણેક ચક્કર મરાવી નારોલ થઈ મકરબા લઈ ગયા હતા.
મકરબા ગામમાં એક મકાનમાં લઈ જઇ આ મકાન બંધ કરી સગીરા સાથે શારીરિક સંભોગ કર્યો હતો. બાદમાં જણાવ્યું કે, તારી મમ્મીને આ વાત કરતી નહિ. જેથી મહિલા તેની પુત્રીને સારવાર માટે એક હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બીજીબાજુ સરખેજ પોલીસને જાણ કરતા પોલીસે ૩૬ વર્ષના આરોપી કેતન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી મેડિકલ કરાવી તપાસ શરૂ કરી છે.SSS