સ્કૂલોએ કોવિડ સંબંધી ૧૯ સવાલોની માહિતી રોજ અપડેટ કરવી પડશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Surat.jpg)
સુરત, રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતમાં ગઈકાલે (સોમવારે) એક કેસ નોંધાયો છે, જેના કારણે તંત્ર એક્શનમાં આવી ગયું છે. ફરી એકવાર બીજી લહેરવાળી સ્થિતિ ન ઉદ્દભવે તેના માટે તંત્ર કોઈ ચાન્સ લેવા માંગતું નથી. સમગ્ર રાજ્યમાં સ્કૂલો ખૂલી ગઈ છે અને ઓમિક્રોનનો ખતરો બાળકો પર સૌથી વધુ છે, ત્યારે સુરતમાં તાબડતોડ સ્કૂલો માટે એક સૂચના જાહેર કરી દીધી છે.
સુરતની તમામ સ્કૂલોમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું ચુસ્તપણે પાલન થાય તેના માટે પાલિકા દ્વારા સુરક્ષા કવચ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેમાં તમામ સ્કૂલોએ કોવિડ સંબંધી ૧૯ પ્રશ્નની માહિતી રોજ અપડેટ કરવી પડશે. જે સ્કૂલ માહિતી અપડેટ નહીં કરે તો ૫ દિવસ સ્કૂલ બંધ રાખવાનો ર્નિણય કરાયો છે. એટલું જ નહીં જે શાળાઓ સુરક્ષા કવચ સમિતિનું પાલન નહીં કરે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે પાલિકાએ કોવિડથી બચવા સ્કૂલો માટે સુરક્ષા પોર્ટલ બનાવ્યું છે, જેમાં તમામ સ્કૂલોએ કોવિડ સંબધી મુખ્યત્વે સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓની સંખ્યા તેમજ લક્ષણો ધરાવતા સ્ટાફ-વિદ્યાર્થીઓ અને વેક્સિનેશનની વિગત અપડેટ કરવાની રહેશે.
જાે સ્કૂલો દરરોજ ફોર્મ અપડેટ નહીં કરે અને પોઝિટિવ કેસ આવશે તો ૫ દિવસ માટે સ્કૂલ બંધ કરવામાં આવશે. નોંધનીય છે કે, પુણાગામની સુમન હાઈસ્કૂલમાં પાલિકા અને જિલ્લા શિક્ષણ વિભાગે બેઠક કરી હતી. જેમાં સુરતની મોટાભાગના પ્રિન્સિપાલ હાજર રહ્યા હતા. જેમાં બાળકોના હિતમાં એક ર્નિણય લેવાયો હતો. પાલિકાએ કોવિડને ધ્યાનમાં લઈને સ્કૂલો માટે સુરક્ષા કવચ પોર્ટલ બનાવ્યું છે. સુરક્ષા કવચ પોર્ટલ બનાવ્યું છે. જેના પર ૧૯ સવાલો પુછાયા છે. સ્કૂલોએ દરરોજ ૧૯ સવાલોના જવાબ સાથે ફોર્મ અપડેટ કરવાનું રહેશે.SSS