સ્કૂલ ઓફ આંત્રપ્રિન્યોરશિપ, બીએસડીયુએ ઓનલાઇન કોમ્પિટિશન 2020નું આયોજન કર્યું
જયપુર: ગ્લોબલ ફાઉન્ડેશન ફોર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ, બીએસડીયુની ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન કાઉન્સિલ અને ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જિનીયર્સ (ઇન્ડિયા)એ ‘કોરોના – ધ અનસીન વોર’ની થીમ આસપાસ ઓનલાઇન કોમ્પિટિશન 2020નું આયોજન કર્યું છે. આ કોમ્પિટિશનમાં 12મું ધોરણ પાસ અને 30 વર્ષની વય ધરાવતા તમામ નાગરિકો ભાગ લઈ શકે છે. આ કોમ્પિટિશન કોવિડ-19 રોગચાળા સામે જાણકારી વધારવાનો પ્રયાસ છે અને આ ત્રણ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને યોજવામાં આવશેઃ • રાઇટિંગ કરો ના, • પેઇન્ટિંગ કરો ના, • શોર્ટ ફિલ્મ મેકિંગ કરો ના
તમે આ ત્રણમાંથી કોઈ પણ પ્રવૃત્તિમાં સહભાગી થઈ શકશો. આ રચનાત્મક સ્પર્ધા તમને તમારું લેખન કૌશલ્ય, કળાત્મક ક્ષમતા અને તમારી અભિનયક્ષમતા પ્રદર્શિત કરવાની તક આપશે, જેથી તમને તમારી અંદર રહેલી પ્રતિભાને વ્યક્ત કરવાની તક મળશે.
તમે 05 જૂન સુધી તમારું કાર્ય સબમિટ કરી શકો છો અને વિજેતાઓની જાહેરાત 15 જૂનના રોજ થશે. તેમને ઘણા આકર્ષક ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવશે.
આ સ્પર્ધાની સંપૂર્ણ માહિતી અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા વિશે જાણકારી આ લિન્ક પરથી મળી શકશે https://www.facebook.com/Ruj.BSDU
બીએસડીયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર અચિંત્ય ચૌધરીએ કહ્યું હતું કે, “અમે કટોકટીની સ્થિતિ દરમિયાન સમુદાયોને ડિજિટલી બોર્ડ પર લેવા સંપૂર્ણ સાથસહકાર આપવાનો પ્રયાસ કર્યો છે.”
સ્કૂલ ઓફ આંત્રપ્રિન્યોરશિપ સ્કિલ્સના પ્રિન્સિપલ પ્રોફેસર ડો. રવિ ગોયલે કહ્યું હતું કે, “લોકડાઉનના ગાળામાં અમે કલર ઇચ્છીએ છીએ અને કળાત્મક કાર્ય માટે આતુર છીએ. આ સ્પર્ધા આપણા ભવિષ્યના વોરિયર્સને આ રોગચાળા ઉપરાંત સફળતા મેળવવાની તક આપવા ધ્યાન કેન્દ્રિત કરે છે.”
ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનીયર્સ, રાજસ્થાન સ્ટેટ સેન્ટરના ચેરમેન એન્જિનીયર સજ્જન સિંહ યાદવે કહ્યું હતું કે, “અમને આ સ્પર્ધા બીએસડીયુ સાથે યોજવાની ખુશી છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ અર્થપૂર્ણ રીતે જોડાશે.”