સ્કેચર્સે નવી ઓફરમાં ભારત માટે સ્ટ્રીટ સ્ટાઇલ સ્નીકર્સની રોમાંચક રેન્જ સામેલ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/SKECHERS_Skechers-Launches-Street-Ready-Collection-with-Siddhant-Chaturv....jpg)
સ્કેચર્સે સિદ્ધાંત ચતુર્વેદી સાથે સ્ટ્રીટ રેડી કલેક્શન પ્રસ્તુત કર્યું
મુંબઈ, ધ કમ્ફર્ટ ટેકનોલોજી કંપની™ અને ગ્લોબલ લાઇફસ્ટાઇલ અને પર્ફોર્મન્સ ફૂટવેર બ્રાન્ડ સ્કેચર્સે આજે સ્ટ્રીટ રેડી કલેક્શન પ્રસ્તુત કર્યું હતું. ટ્રેન્ડી રેન્જ ભારતમાં ફેશનપ્રેમી યુવા પેઢી માટે સ્ટ્રીટવેર સ્નીકર્સ પ્રસ્તુત કરે છે. આ કલેક્શનને લોકપ્રિય બનાવવા સ્કેચર્સે સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોડાણ કર્યું છે, જેઓ આ અભિયાનનો ચહેરો છે અને તેઓ આધુનિક પુરુષ માટે આ સ્ટાઇલ કેવી રીતે પરફેક્ટ છે એ દર્શાવે છે.
હાઈ ડેસિબલ અભિયાનમાં ડિજિટલ ફિલ્મ સામેલ છે, જે નવા કલેક્શન સાથે જોડાયેલા યુવા પેઢી તેમજ એના લક્ષિત વર્ગના ઉત્સાહને દર્શાવે છે. ફિલ્મમાં લીડ કલાકાર તરીકે સિદ્ધાંત ચતુર્વેદી સ્ટ્રીટ રેડી કલેક્શનની હિપ જિંગલની ટ્યુન પર દિવસ દરમિયાન ઉત્સાહ સાથે જમ્પ કરતાં જોવા મળે છે. આ અભિયાનનો મુખ્ય સંદેશ છે – ‘મારી સ્ટાઇલ મારી ઓળખ છે’, જે ભારતના સ્ટ્રીટ કલ્ચર પ્રત્યેના વધતા લગાવને રજૂ કરે છે.
સ્કેચર્સ સાઉથ એશિયાના સીઇઓ રાહુલ વીરાએ સ્ટ્રીટ રેડી કલેક્શન પ્રસ્તુત કરવા પર કહ્યું હતું કે, “આ કલેક્શન એની ફેશનેબલ ડિઝાઇનો અને રોમાંચક રેન્જ સાથે યુવા પેઢીનો ઉત્સાહ વધારશે. સિદ્ધાંત ચતુર્વેદીની વાઇબ્રન્ટ અને યુવા પર્સનાલિટી આ કલેક્શનની ઊર્જા અને સ્ટાઇલને શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરે છે.
એક કંપની તરીકે અમે મુખ્યત્વે હંમેશા એવા ફૂટવેર બનાવીએ છીએ, જે ગ્રાહકોને તેમની પર્સનાલિટી વ્યક્ત કરવામાં મદદરૂપ થાય અને અમારા ફૂટવેર શ્રેષ્ઠ આરામ અને સ્ટાઇલ ધરાવે છે.”
ઉપરાંત સ્નીકર્સની પ્રસ્તુતિ પર સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું હતું કે, “મને યાદ છે ત્યાં સુધી હું લાંબા સમયથી સ્નીકર્સને પસંદ કરું છું અને આ લોંચમાં સામલે થવાની મને ખુશી છે. મારા માટે સ્ટ્રીટરેડી યુવા અને ઊર્જાવંત ભારતનું પ્રતીક છે, જે પુરુષો સાથે જોડાયેલી જૂની સ્ટીરિયોટાઇપ માન્યતા તોડવા આતુર છે અને આધુનિક પુરુષની આદર્શ રજૂઆત કરે છે. હું ખરેખર માનું છું કે, આ કલેક્શન કોઈ પણ પ્રસંગ માટે દરેક માટે કશું ધરાવે છે.”
નવું કલેક્શન રાષ્ટ્રીય સ્તરે સ્કેચર્સના રિટેલ આઉટલેટ અને Skechers.in પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. સ્કેચર્સ ઇન્ડિયા વર્ષ 2012માં શરૂ થઈ હતી અને કંપની સમગ્ર દેશમાં પુરુષો, મહિલાઓ અને બાળકો માટે 3,000 ફૂટવેરની બહોળી રેન્જ પ્રસ્તુત કરે છે, જેની સાથે લગભગ દરેક કેટેગરીમાં એપેરલ અને એક્સેસરીઝ પ્રસ્તુત થઈ છે.