સ્કોડા સ્લાવિયા ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટની શરૂઆત સ્વરૂપે સ્કોડાનું બીજું મોડલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Skoda_Slovia.jpg)
મુંબઈ, સ્લાવિયાની પ્રસ્તુતિત સ્કોડા ઓટોના ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટમાં આગામી તબક્કાની શરૂઆત છે. મિડસાઇઝ એસયુવી કુશકની સફળ પ્રસ્તુત પછી સંપૂર્ણપણે નવી સેડાન ચેક કારનિર્માતા કંપનીનું ભારત-કેન્દ્રિત બીજું મોડલ છે. સ્લાવિયાની ઉત્પાદન પ્રક્રિયામાં 95 ટકા સુધીનું સ્થાનિકીકરણ થયું છે.
સેડાન MQB-A0-IN પ્લેટફોર્મ – MQB વેરિઅન્ટ, જે ભારત માટે સ્કોડા ઓટોએ ખાસ અપનાવ્યું છે – પર આધારિત હોવાથી – સલામતીની સંપૂર્ણ સુવિધાની રેન્જ અને અત્યાધુનિક ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ પૂરી પાડે છે. ટીએસઆઈ એન્જિન માટે પાવર આઉટપુટ સ્લાવિયા માટે અનુક્રમે 85 kW (115 PS)* અને 110 kW (150 PS)* ઉપલબ્ધ છે તથા સ્કોડાની અન્ય કારની જેમ આ મોડલ આકર્ષક ડિઝાઇન ધરાવે છે. એનું નામ કારનિર્માતાની સ્થાપના કે શરૂઆત પરથી રાખવામાં આવ્યું છે, જે ભારતીય બજારમાં નવા યુગનું પ્રતીક છે.
સ્કોડા ઓટોના સીઈઓ થોમ શેફરે કહ્યું હતું કે, “નવી સ્લાવિયા સાથે અમે અમારા ઇન્ડિયા 2.0 પ્રોડક્ટ અભિયાનના આગામી તબક્કાને વેગ આપ્યો છે. કુશકની સફળ પ્રસ્તુતિ પછી અમે હવે અમારી સંપૂર્ણપણે નવી પ્રીમિયમ મિડસાઇઝ સેડાન સાથે વધુ એક લોકપ્રિય સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે.
સ્લાવિયા ભારતમાં અમારા ગ્રાહકોની જરૂરિયાતોને આદર્શ રીતે પૂરી કરે છે અને 95 ટકા સ્થાનિકીકરણ સાથે એનું નિર્માણ થાય છે. અમને ખાતરી છે કે, કુશક અને સ્લાવિયા બંને અમને ભારતના વૃદ્ધિ કરતાં બજારમાં સંપૂર્ણ સંભાવનાઓનો ઉપયોગ કરવા મદદરૂપ થશે.”
સ્કોડા ઓટો ફોક્સવેગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ગુરપ્રતાપ બોપરાઈએ કહ્યું હતું કે, “કુશક સાથે ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટની સફળ શરૂઆત સ્પષ્ટપણે જણાવે છે કે, ભારતમાં અહીં આંતરરાષ્ટ્રીય જોડાણ સાથે શું હાંસલ થઈ શકે છે. એસયુવીની લોકપ્રિયતામાં વધારા ઉપરાંત પ્રીમિયમ સેડાન સેગમેન્ટ પ્રચૂર સંભાવના ધરાવે છે
અને ભારતને અમે પોતીકો દેશ બનાવ્યો છે. અદ્યતન સ્લાવિયા પ્રતિષ્ઠા અને સ્ટાઇલનો પર્યાય છે. આ સ્કોડા ઓટો માટે વૃદ્ધિના નવા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ પણ કરે છે. પોતાની આધુનિક ખાસિયતો, સક્ષમ એન્જિન અને સિમ્પ્લી ક્લેવર અનેક ખાસિયતો સાથે સ્લાવિયા ભારતમાં સમજુ ગ્રાહકોને અપીલ કરશે
અને દુનિયાભરના બજારોમાં એની પ્રશંસા પણ થશે. અમને ખાતરી છે કે, સ્કોડા સ્લાવિયા ઓક્ટેવિયા અને સુપર્બે સ્થાપિત કરેલા માપદંડો પર ખરી ઉતરશે અને અમને સેગમેન્ટમાં અમારી પોઝિશન વધારે મજબૂત કરવામાં મદદરૂપ થશે.”
સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર ઝેક હોલિસે કહ્યું હતું કે, “કુશકની પ્રસ્તુતિ સાથે અમે સ્કોડા ઓટો ઇન્ડિયા માટે અસાધારણ વૃદ્ધિ અનુભવી છે. જ્યારે આધુનિક ભારતની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરતી કુશકે મિડ-સાઇઝ એસયુવી સાથે નવા સેગમેન્ટમાં અમને સફળતા અપાવી છે, ત્યારે સ્લાવિયા અમને અમારા રૂટ તરફ દોરી ગઈ છે,
કારણ કે બ્રાન્ડ ભારતમાં ઓરિજિનલ પ્રીમિયમ સેડાન પ્રસ્તુત કરશે. ઉદ્યોગમાં પ્રવર્તમાન અવરોધો વચ્ચે પણ અમે અમારું પ્રોડક્ટ અભિયાન જાળવી રાખ્યું છે, અમારાં નેટવર્કનું વિસ્તરણ 100થી વધારે શહેરોમાં કર્યું છે, બ્રાન્ડ વિશે જાગૃતિ વધારી છે, ગ્રાહકને કેન્દ્રમાં રાખવાની અમારી ખાતરી પૂરી કરી છે, ડિલર નેટવર્કને વધારે વ્યવસાયિક બનાવ્યું છે,
મૂલ્ય સંવર્ધિત સેવાઓ પ્રસ્તુત કરી છે અને વેચાણ પછીના વ્યવસાયમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. સ્લાવિયા અંદરથી ભવ્ય છે અને કુશક સાથે અમારી બીજી વોલ્યુમ ડ્રાઇવર બનશે, કારણ કે અમે ભારતમાં અમારા વોલ્યુમમાં નોંધપાત્ર વધારો કરવાનું જાળવી રાખીશું.”