“સ્ટડી ઈન ગુજરાત” અતંગર્ત ભારતની પહેલી સ્ટાર્ટઅપ યુનિવર્સિટી
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા આફ્રિકા ના કેન્યા, યુગાન્ડા, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક દેશોની યુનિવર્સિટીઓ સાથે ઐતિહાસિક કરાર થયા
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર ના સ્ટડી ઈન ગુજરાત કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્ય ની યુનિવર્સિટીઓ ને વિવિધ માપદંડો ના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે અને તેમાં અંતિમ ૨૨ યુનિવર્સિટીઓ ને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
આજે જયારે ગુજરાત રાજ્ય ઇન્ડસ્ટ્રી વિકાસ અને સ્ટાર્ટઅપ માં ભારત માં અગ્રેસર છે ત્યારે એજ્યુકેશન ક્ષેત્રે પણ ગુજરાત સર્વશ્રેઠ ભૂમિકા ભજવે છે. શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા “સ્ટડી ઈન ગુજરાત કેમ્પેઇન” દ્વારા શોર્ટલિસ્ટ થયેલી યુનિવર્સિટીઓ ના પ્રતિનિધિઓ રાજ્ય બહાર ના શહેરો માં જેમ કે નાસિક, રાંચી, પટના, હૈદરાબાદ, ગુવાહાટી, લખનૌ તથા ભારત દેશ ની બહાર જેમ કે આફ્રિકા, દુબઇ, કુવૈત વિગેરે દેશો માં જઈને ત્યાંના વિદ્યાર્થીઓ ને ગુજરાત રાજ્ય માં ઉચ્ચતર ભણતર માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપે છે.
૧૨ ફેબ્રુઆરી થી સ્ટડી ઈન ગુજરાત કેમ્પેઇન અંતર્ગત શ્રીમતી વિભાવરી દવે, ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી તથા મહિલા અને બાળવિકાસ મંત્રી અને શ્રીમતી અંજુ શર્મા, પ્રિન્સિપાલ સેક્રેટરી,હાયર સેકન્ડરી એન્ડ ટેક્નિકલ એજ્યુકેશન વિભાગ, ગુજરાત સરકાર ની આગેવાની હેઠળ યુનિવર્સિટી ના ડેલિગેશન આફ્રિકા ના વિવિધ દેશો જેમ કે કેન્યા, યુગાન્ડા, ઝિમ્બાબ્વે, મોઝામ્બિકા ની મુલાકાતે છે.
તેમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા કુલ ૯ એમઓયુ કરવામાં આવ્યા છે, જેમાં ટોમ એમબોયા યુનિવર્સિટી, માઉન્ટ કેન્યા યુનિવર્સિટી, મસાઇ મારા યુનિવર્સિટી, વિક્ટોરિયા યુનિવર્સિટી, કમ્પાલા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, લીલા ફાઉન્ડેશન, યુગાન્ડા, હરારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, હમઝા ઇન્ટરનેશનલ સ્કૂલ, મોઝામ્બિક, યુનિવર્સિટી ઓફ પેડાગોગી, મોઝામ્બિક નો સમાવેશ થાય છે. સ્ટુડન્ટ એક્સચેન્જ, રિસર્ચ, ફેક્લટી ડેવલપમેન્ટ,સ્ટાર્ટઅપ, અંગ્રેજી ભાષા પર તાલીમ વિગેરે મહત્ત્વના ક્ષેત્રે કરાર થયા છે. આફ્રિકા અને ગુજરાત રાજ્ય સાથે મળીને વિકાસ ની નવી દિશા માં એજ્યુકેશન દ્વારા આગળ વધે તે હેતુ મુખ્ય છે.
શ્રી રિશી જૈન, મેનેજીંગ ડિરેક્ટર – ઓપરેશન્સ જણાવે છે કે, ગુજરાત રાજ્ય અને આફ્રિકા વચ્ચે વર્ષો જૂનો મજબૂત સંબંધ જોડાયેલો છે. આજે સમર્ગ વિશ્વ્ ગુજરાત રાજ્ય સાથે જોડાવા માંગે છે ત્યારે સ્ટડી ઈન ગુજરાત કેમ્પેઇન જે ગુજરાત સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું છે એમાં એક અમૂલ્ય તક છે વિશ્વ્ ભર ના દેશો ના વિદ્યાર્થીઓ માટે કે તેઓ પોતાના ઉચ્ચતર અભ્યાસ માટે ગુજરાત રાજ્ય માં આવે અને કારકિર્દી માં સફળતા હાંસિલ કરે. ગુજરાત રાજ્ય ઇન્ડસ્ટ્રી ના વિકાસ થી લઇ ને ટુરિઝમ, કૃષિ ક્ષેત્રે, બેન્કિંગ, શિક્ષણ, સલામતી ની દ્રષ્ટિ એ ભારત દેશ માં નંબર એક છે.