સ્ટાર અભિનેતા અનિલ કપૂરેે ૬૪મો જન્મ દિવસ ઉજવ્યો

મુંબઈ: યંગસ્ટર્સને પણ શરમાવે તેવી ઉર્જા અને સ્ફુર્તિનો ભંડાર અને જક્કાસ ડાયલોગથી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલા અભિનેતા અનિલ કપૂર ૬૪ વર્ષના થયા. અનિલ કપૂરનો જન્મ ૨૪ ડિસેમ્બર ૧૯૫૬ના મુંબઈના ચેમ્બૂરમાં થયો હતો. અનિલ કપૂર ફિલ્મ પ્રોડ્યુસર સુરિંદર કપૂર અને ર્નિમલા કપૂરના પુત્ર છે.
અનિલ કપૂરે તેની જળહળતી કારકિર્દીમાં સદાબહાર ફિલ્મો આપી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમને લગભગ ૪૦ વર્ષ થઈ ગયા છે. જાેકે તેમણે ૧૨ વર્ષની ઉંમરે એક ફિલ્મમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું.
સૌથી પહેલા તેમણે ફિલ્મ તૂ પાયલ ઔર મે ગીતમાં શશી કપૂરના બાળપણની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂરે ઘરેથી ભાગીને કામ કર્યુ હતુ પરંતુ આ ફિલ્મ રિલીઝ ન થઈ. ત્યારબાદ અનિલે વર્ષ ૧૯૭૯માં ફિલ્મ હમારે તુમ્હારેમાં સપોર્ટિંગ એક્ટર તરીકે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી આ ફિલ્મમાં તેમણે એક નાનો રોલ કર્યો હતો. અનિલ કપુરે મશાલ, વો સાત દિન, મેરી જંગ, મિસ્ટર ઇન્ડીયા, બેટા, રામ લખન, પરિંદા, તેજાબ, વિરાસત, નાયક, વેલકમ, દિલ ધડકને દો જેવી હિટ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા. માત્ર ફિલ્મો જ નહી
પરંતુ વેબ સિરિઝ અને ટીવી શોમાં પણ અનિલ કપૂરે ઉમદા કામ કર્યું છે. શ્રીદેવી, જૂહી ચાવલા, માધુરી દીક્ષિત, એશ્વર્યા રાય, રાની મુખર્જી, મનિષા કોઈરાલા, રેખા, પ્રિયંકા ચોપડા, દીપિકા પદુકોણ જેવી ટોચની અભિનેત્રીઓ સાથે કામ કર્યુ છે. હવે અનિલ કપૂર ન માત્ર અભિનેતા છે પરંતુ ફિલ્મો પણ પ્રોડ્યુસ કરે છે. અનિલ કપૂરને ઓસ્કાર અને નેશનલ એવોર્ડ સિવાય ઘણા બીજા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં
તેમણે કન્નડ, તેલુગુ, મલયાલમ, પંજાબી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કર્યુ હતુ. ૧૯૮૮માં રિલીઝ થયેલી ફિલ્મ તેજાબ માટે ફિલ્મફેયરમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. સ્લમડોગ મિલેનિયર માટે તેમનું ઓસ્કાર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. પુકાર, ગાંધી માય ફાધર ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મેળવ્યો.અનિલે લીડ એક્ટર તરીકે પોતાની પ્રથમ ડેબ્યુ ફિલ્મ ૧૯૮૦માં તેલુગુ સિનેમામાં કરી હતી. ‘વો સાત દિન’ ફિલ્મથી અનિલ કપૂરે મુખ્ય અભિનેતા તરીકે હિન્દી ફિલ્મમાં કારકિર્દીની શરૂઆત કરી. અનુપમ ખેર, ગુલશન ગ્રોવર, જેકી શ્રોફ અનિલ કપૂરના ખાસ મિત્રો છે.