Western Times News

Gujarati News

સ્ટાર કરીના કપુર સોશિયલ મિડિયાથી હજુય દુર રહે છે

મુંબઇ, બોલિવુડની અભિનેત્રી કરીના કપુર ખાન ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી લોકપ્રિય અને ચર્ચિત ચહેરા તરીકે રહી છે. દુનિયાભરમાં તેના કરોડો ચાહકો છે. જ્યારે પણ તેનો કોઇ ફોટો ચર્ચામાં આવે છે ત્યારે તે સોશિયલ મિડિયામાં વાયરલ થઇ જાય છે. તેમ છતાં કરીના કપુર સોશિયલ મિડિયાથી સતત દુર રહી છે.

કરીના કપુરે હાલમાં એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે તે સોશિયલ મિડિયામાં રહેવા માટે ઇચ્છુક નથી. કરીના કપુરે હાલમાં એક લોકપ્રિય મેગેઝિન માટે ફોટોશુટ કરાવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે. અહીં કરીના કપુરે સોશિયલ મિડિયામાં પોતાની ઉપસ્થિતિ ન હોવાની વાત કરી છે. કરીના કપુરે કહ્યુ છે કે એક્ટિવ ન થવાના કારણે અથવા તો સોશિયલ મિડિયા પર હાજરી ન હોવાના કારણે તેની હાજરી પર ચારેબાજુ નજર રાખવામાં આવે છે.

કરીના કપુરે કહ્યુ છે કે તેને પોતાની લાઇફમાં વધારે વાત કરવાની કોઇ જરૂર દેખાઇ રહી નથી. કેટલાક લોકો તો સોશિયલ મિડિયા પર સક્રિય છે. છતાં તેમનામાં લોકો રસ લેતા નથી. હાલમાં કરીના કપુરની વીરે દી વેડિંગ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. કરીના કપુરે તાજેતરમાં હતુ કે તે પ્રાઇવેટ પર્સન તરીકે છે. તેને પોતાના ફોટો, વિડિયો પોસ્ટ કરવાનુ પસંદ નથી. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કરીના કપુર હાલમાં વીરે દી વેડિંગની અભૂતપૂર્વ સફળતા બાદ ભારે ખુશ છે.

આ ફિલ્મમાં તેની સાથે સોનમ કપુર અને સ્વરા ભાસ્કરે પણ યાદગાર ભૂમિકા અદા કરી હતી.કરીના કપુર વિતેલા વર્ષોમાં નંબર વન અભિનેત્રી તરીકે રહી ચુકી છે. તે બોલિવુડમાં ખુબ ઓછી એવી અભિનેત્રી તરીકે છે જે ત્રણેય ખાન સાથે કામ કરી ચુકી છે. જેમાં આમીર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે. કરીના કપુરે લોકપ્રિયતાની ચરમ સીમા પર હતી ત્યારે સેફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા.તેને હવે આમીર સાથે ફિલ્મ મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.