સ્ટાર ગોલ્ડની સુપર ૩૦ ઈવેન્ટમાં રિતિક રોશનની હાજરી
મુંબઇ, સ્ટાર ગોલ્ડ અને સ્ટાર પ્લસ પર ૨૨મી સપ્ટેમ્બરે રવિવારે સુપર ૩૦ ફિલ્મનું પ્રીમિયર આવવાનું છે. જે અગાઉ સ્ટાર ગોલ્ડ દ્વારા તાજેતરમાં જ રિતિક રોશનના ૩૦ સુપર-ફેન્સની એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. “મારા સુપર ૩૦ ફેન્સને મળવાનો અનુભવ મારા માટે ઘણો જ અદ્દભુત રહ્યો, તેઓ આ ફિલ્મ વિશે શું વિચારે છે, તેઓ એક અભિનેતા તરીકે મને કેવો પ્રેમ કરે છે અને તેમની ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ જાણીને મને ઘણો આનંદ થયો. મને ખુશી છે કે મારું કામ આ સુંદર ક્ષણોમાં વ્યક્ત થયું અને ખાસ કરીને સ્ટાર ગોલ્ડ દ્વારા મને આવો અનુભવ પ્રાપ્ત થયો છે. આશા છે કે જે લોકોને હજી સુધી આ ફિલ્મ જોવાની તક મળી નથી તેઓ ૨૨મી સપ્ટેમ્બરે બપોરે ૧ વાગ્યે સ્ટરા ગોલ્ડ પર તેનો આનંદ માણશે!,” તેમ રિતિક રોશને કહ્યું હતું.
સ્ટાર ગોલ્ડ નવી બોલિવૂડ બ્લોકબસ્ટર્સ ફિલ્મો દેખાડવા માટે પ્રતિબદ્ધ છે અને સ્ટાર ગોલ્ડ પર જાણીતા ગણીતશાસ્ત્રી આનંદ કુમારના જીવનથી પ્રેરિત રિતિક રોશન દ્વારા અભિનિત સુપર ૩૦ ફિલ્મનું પ્રીમિયર આવશે. આ પ્રીમિયર ૨૨મી સપ્ટેમ્બરે રવિવારે બપોરે ૧ વાગ્યે યોજાશે અને સ્ટાર પ્લસ પર પણ આ પ્રીમિયર જોવા મળશે.
આ હ્રદય સ્પર્શી ફિલ્મ આનંદ કુમારના જીવન પરથી પ્રરિત છે જેમણે ૩૦ વંચિત પરંતુ મહાત્વાકાંક્ષી બાળકોને પસંદ કર્યા હતા અને તેમને અશક્ય લાગતી આઈઆઈટીના એડમિશન માટે તૈયાર કર્યા હતા. એટલું જ નહીં આ બાળકો આઈઆઈટીમાં એડમિશન મેળવવામાં સફળ પણ થયા હતા. પોતાની પ્રમોશનલ પ્રવૃત્તિઓના ભાગ રૂપે સ્ટાર ગોલ્ડે “સુપર ૩૦ એક્સપ્રેસ” અને “સુપર ફેન્સ” નામનું રસપ્રદ કેમ્પેઈનની શ્રેણી ચલાવી હતી.
સુપર ૩૦ એક્સપ્રેસ વાન વિદ્યાર્થીઓ સાથે જોડાવા તથા માઈન્ડ પઝલ્સ અને મગજ ઉત્તેજક કસરતો દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રૂચી જગાડવા માટેની એક પહેલ છે. જેના માટે થોડા અથવા તો પ્રાથમિક શિક્ષણની જરૂર પડી હતી. “સુપર ફેન્સ” ઈવેન્ટ મુંબઈમાં યોજાઈ હતી જ્યાં રિતિકે અચાનક જ હાજરી આપીને તેના સુપર ફેન્સને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. રિતિકે તેમની સાથે વાતચીત પણ કરી હતી. પ્રશંસકોને ખ્યાલ ન હતો કે રિતિક ત્યાં આવશે. ત્યાં હાજર રહેલા પ્રત્યેક પ્રશંસક માટે આ જીવનભરનું સંભારણું બની ગયું છે!